sabarkathaराष्ट्रीय

“કલાપી બેટરી” ચોરીનો ભેદ ઉકેલી. ૨,૦૪,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

“કલાપી બેટરી" ચોરીનો ભેદ ઉકેલી. ૨,૦૪,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.વિસ્તારમાં તા.૦૨/૦૪/૨૦૨૪ ના ક.૧૮/૩૦ થી તા.૦૩/૦૪/૨૦૨૪ ના ક.૦૮/૩૦ વાગ્યાના કોઇપણ સમયગાળા દરમ્યાન મોજે ઇલોલ ચાર રસ્તા બાયપાસ રોડ ખાતે આવેલ સીગ્મા કોમ્પલેક્ષમાં “કલાપી બેટરી” નામની દુકાનમાંથી કોઈ અજાણ્યા ઇસમોએ અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હોય જે બાબતે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૨૫૯/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો નોંધાયેલો હતો.

જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હોઓ શોધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા સુચના આપેલ જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવી હતી..

ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે બનેલ બેટરી ચોરીના બનાવ બાબતે સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતાં સદર ગુન્હામાં હોન્ડા સીટી જેવી ફોરવ્હીલ ગાડીનો ઉપયોગ કરેલ હોય જે બાબતે પો.કો. પ્રહર્ષકુમાર તથા પો.કો. નિરીલકુમાર નાઓના ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળેલ કે, “ઉપરોક્ત ગુન્હો કરવામાં ગોલ્ડન કલરની હોન્ડા સીટી ગાડી નંબર GJO1HLO432 નો ઉપયોગ કરેલ હોય અને તે ચોરી સાહિદ અહેમદ ગોરા તથા સાજીદ બિલાલ યુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ જાડી ત્રણેય રહે.ગોધરા ટાઉન, તા.ગોધરા, જી.પંચમહાલનાઓએ ભેગા મળીને કરેલ હોય” જે માહીતી આધારે ગઈ તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા (૧) સાહિદ અહેમદ મોહમંદ ગોરા, ઉ.વ.૨૧, રહે.પોલન બજાર મોહમંદી મહોલ્લો, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ (૨) સાજીદ બિલાલ યુસુફ ડમરી, ઉ.વ.૨૨, રહે.ગોંદરા મસ્જીદની પાસે, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ (૩) તૌફીક ઐયુબ હુસૈન જાડી, ઉ.વ.૨૧ રહે.રહેમતનગર મહોલ્લો ચિખોદરા, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ નાઓને પકડી પુછપરછ આધારે ચોરી કરેલ મુદ્દામાલ સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈને આપેલ હોય જેની તપાસ કરતાં સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈ, ઉ.વ.૩૮, રહે.મોહમંદી મહોલ્લો પોલન બજાર, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ નાઓને પકડી પાડ્યા હતા.

આ તમામ ઇસમોની ઉપરોક્ત ગુન્હાના કામે વધુ પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, “સાહિદ અહેમદ મોહમંદ ગોરા તથા સાજીદ બિલાલ યુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ હુસૈન જાડી નાઓએ ભેગા મળીને આજથી આશરે છ દિવસ પહેલાં પોતાના કબ્જાની હોન્ડા સીટી ગાડી નંબર GJ01HLO432 માં બેસી હિંમતનગર ખાતે આવેલ અને ઇલોલ ચાર રસ્તા બાયપાસ રોડ ખાતે આવેલ એક બેટરીની દુકાનનું તાળું તોડી તેમાંથી અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હતી અને તે બેટરીઓ સાથેના સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈને વેચાણ આપેલ છે.”

તેમજ ઉપરોક્ત ઇસમો પૈકી સાહિદ અહેમદ મોહમંદ ગોરા તથા સાજીદ બિલાલ યુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ હુસૈન જાડી નાઓએ આ ગુન્હા સિવાય ભેગા મળીને નીચે મુજબના ગુન્હાઓ આચરેલાની કબુલાત કરેલ છે 1. આજથી આશરે વિસેક દિવસ પહેલાં વડાગામ તા.ધનસુરા ખાતેથી રાત્રીના સમયે એક બેટરીની દુકાનનું તાળું તોડી

તેમાંથી અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હતી અને તે બેટરીઓ તેઓએ છુટક વેચાણ કરી દીધેલ છે જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૪૨૪૦૧૪૨/૨૦૨૪ ઈ.પી.કો. કલમ:, ૪૫ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

 પકડાયેલ આરોપીઓ…..

 

  1. સાહિદ અહેમદ મોહમંદ ગોરા, ઉ.વ.૨૧, રહે.પોલન બજાર મોહમંદી મહોલ્લો, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ

 

  1. સાજીદ બિલાલ યુસુફ ડમરી, ઉ.વ.૨૨, રહે.ગોંદરા મસ્જીદની પાસે, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ

 

  1. તૌફીક ઐયુબ હુસૈન જાડી, ઉ.વ.૨૧, રહે.રહેમતનગર મહોલ્લો ચિખોદરા, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ

 

  1. સિરાજભાઈ મોહમંદ મીઠાભાઇ, ઉ.વ.૩૮, રહે.મોહમંદી મહોલ્લો પોલન બજાર, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ

 

આ કેસમાં કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓમાં,

 

પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. સાબરકાંઠા

 

પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. સાબરકાંઠા

 

પો.સ.ઈ. શ્રી આર.કે.રાવત, નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાંઠા

 

એ.એસ.આઇ. દેવુસિંહ અમરસિંહ

 

ટેક એ.એસ.આઇ. બી.એમ.પરમાર

 

હે.કો.નરસિંહભાઇ ભોમાજી

 

હે.કો. વિનોદભાઇ અરવિંદભાઇ

 

ટેક એ.એસ.આઇ. એચ.બી.ઝાલા

 

હે.કો. કલ્પેશકુમાર પ્રવિણભાઇ

 

પો.કો. હિમાંશુ કાન્તીલાલ

 

પો.કો. પ્રહર્ષકુમાર કનુભાઈ

 

પો.કો.નિરીલકુમાર મોજીસભાઇ

 

ડ્રા.પો.કો. ઇન્દ્રજીતસિંહ અને  ડ્રા.પો.કો. જતીનકુમાર નટુભાઇ પ્રવિશસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button