Blog

સોનાસણની શ્રી કે.એમ. હાઈસ્કૂલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ૨૮૨ વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમમાં લીધો ભાગ

સોનાસણની શ્રી કે.એમ. હાઈસ્કૂલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ૨૮૨ વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમમાં લીધો ભાગ

પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે આવેલી શ્રી કે.એમ. હાઈસ્કૂલ ખાતે તા. ૯ માર્ચ થી ૧૫ માર્ચ ૨૦૨૬ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી ૧૧ ના કુલ ૨૮૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ તરફથી ઉપસ્થિત હેમંતભાઈ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ ગ્રાહક અધિકાર દિનના મહત્વ અંગે માર્ગદર્શન આપતું પ્રવચન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મુકેશકુમાર એમ. પટેલ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રાહક હકો અને જવાબદારીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button