Blog

ભામાશા રાકેશભાઈ બારોટના સહયોગથી વોર્ડ નં. 5માં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો…

ભામાશા રાકેશભાઈ બારોટના સહયોગથી વોર્ડ નં. 5માં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો...

હિંમતનગર: વોર્ડ નં. 5 ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ચોપડા વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વોર્ડના સમાજસેવી અને લોકહિત માટે સતત ચિંતા કરતા ભામાશા રાકેશભાઈ બારોટના વિશેષ સહયોગ અને માર્ગદર્શનથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાકેશભાઈ બારોટ વર્ષોથી સામાજિક, શૈક્ષણિક અને જનકલ્યાણના કાર્યોમાં સક્રિય રહી સમાજને નવી દિશા આપતા રહ્યા છે. તેમના સેવાભાવી અભિગમ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે વોર્ડના લોકોમાં તેઓ વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. તેમના આવા સેવાકીય કાર્યોને સ્થાનિક લોકોએ બિરદાવ્યા હતા.

કાર્યક્રમમાં વોર્ડ નં. 5ના લોકલાડીલા અને લોકપ્રિય નગરપાલિકાના દંડક શશીકાંતભાઈ સોલંકી, વોર્ડ પ્રમુખ નરેશભાઈ સિંગલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બારોટ તેમજ વણઝારા વાસના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજના દરેક બાળક સુધી શિક્ષણના સાધનો પહોંચે તે સમયની જરૂરિયાત છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button