ધારાસભ્ય પણ સલામત નથી..! ? તસ્કરો MLA બરંડાની પત્નીને બંધક બનાવી લૂંટીને ફરાર…
પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..
ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હોવાના એક કિસ્સાને લઇને લોકમુખે એવી ચર્ચા છે જો પ્રજાના પ્રતિનિધિ જ સલામત ના હોય તો આમ પ્રજાનું શું થશે? કેમ કે આ ઘટનામાં ગચોંકાવનારી બાબત એ પણ છે કે .તસ્કરોએ ધારાસભ્યના પત્નીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી…! જે ગુનાની ગંભીરતા દર્શાવે છે.
વિગતે જોઇએ તો, અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પૂર્વ IPS અને ભાજપના MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો હતો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધુ હોય એવુ એક ચિત્ર પણ ઉપસી રહ્યું છે.

તસ્કરોએ રાત્રિ દરમિયાન પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ ચલાવી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી.
આ ચોંકવનારી ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો હતો અને તપાસ હાધ ધરી હતી. આ અંગે એસપી શૈફાલી બરવાલે મીડિયાને જણાવ્યુ હતુ કે, આ કેસમાં બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. જો કે પ્રાથમિક તપાસમાં બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે. ધારાસભ્યના નિવાસસ્થાને લૂંટની ઘટનાએ ચર્ચા જગાવી હતી.




