“જનસેવાનો જીવંત પ્રતીક ગોપાલસિંહ રાઠોડ :વોર્ડ નં.૧માં વિશ્વાસ અને વિકાસનો મજબૂત અવાજ!”
"જનસેવાનો જીવંત પ્રતીક ગોપાલસિંહ રાઠોડ :વોર્ડ નં.૧માં વિશ્વાસ અને વિકાસનો મજબૂત અવાજ!"

હિંમતનગરના વોર્ડ નંબર ૧માં ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે. ગોપાલજી માત્ર રાજકારણી નહીં, પરંતુ લોકોની વચ્ચે રહી સેવા કરનાર વ્યક્તિત્વ તરીકે ઓળખાઈ રહ્યા છે.
કોરોનાની કપરા સમયમાં ગોપાલસિંહ રાઠોડની નિષ્ઠાર્થ ભાવથી લોકોની મદદ કરી હતી. સિવિલ હોસ્પિટલ સુધી જઈ પરિસ્થિતિ સમજી, જરૂરી દવાઓ, ઓક્સિજન અને અન્ય સુવિધાઓ પહોંચાડવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. આ સેવા આજે પણ લોકોના દિલમાં જીવીત છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ગોપાલસિંહ રાઠોડ એ બાળકોને ચોપડા અને શૈક્ષણિક સામગ્રી આપીને એક સારો ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ પ્રયત્નો કારણે અનેક ગરીબ પરિવારોને રાહત મળી છે.
સ્થાનિક લોકો કહે છે કે, ગોપાલસિંહ રાઠોડ ને કોઈપણ સમયે ફોન કે મેસેજ કરો તો તેઓ તરત જ પ્રતિસાદ આપી મદદ માટે ઊભા રહે છે. આ સેવા ભાવના અને લોકસંપર્કને કારણે તેઓ વોર્ડ નં. ૧માં લોકોના દિલ જીત્યા છે.
હાલમાં પાર્ટી દ્વારા સોંપાયેલી જવાબદારીને લઈને પણ લોકોમાં વિશ્વાસ છે કે ગોપાલસિંહ રાઠોડ પોતાના સેવાભાવ અને સમર્પણથી વિકાસના નવા અધ્યાય લખશે.




