sabarkathaराष्ट्रीय

દિવાળીમાં ૨૭૦ જેવા લાભાર્થીઓના ઘરમાં અજવાળુ…..શ્રી મુકેશભાઇ ડાભીને વંદન અને અભિનંદન…

દિવાળીમાં ૨૭૦ જેવા લાભાર્થીઓના ઘરમાં અજવાળુ.....શ્રી મુકેશભાઇ ડાભીને વંદન અને અભિનંદન...

સાબરકાંઠામાં પોશીના એટલે ગરીબ પછાત આદિવાસી તાલુકો. તાલુકાના દંત્રાલ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત એટલે કે ઘરમાં નવીન વીજ કનેકશન (ઘરની અંદર લાઈટ) વગર ઘણી બધી રાત્રીના સમયે તકલીફો પડતી હતી.

છેવટે પોશીના તાલુકા પંચાયતના સદસ્ય  મુકેશભાઈ ડાભીએ પોતાની સીટમા લોકોને ઘરમાં નવીન વીજ કનેકશન  સરકારની કુટિર જ્યોત યોજનામાંથી  નવીન થાભલાઓ અને મીટરના કુલ ૭૦ કરતા વધારે તેમજ ઘરની નજીકમાં થાંભલો હોય એવા ૨૦૦ કરતા પણ વધારે એટલે કે કુલ ૨૭૦ જેવા લાભાર્થીઓને નવીન ઘરના લાઈટ મીટરો વિના મૂલ્યે ખેરોજ વિધુત બોર્ડ ઓફિસ ખાતેથી અપાવીને દિવાળીનો સંદેશો પૂર્ણ કરી બતાવ્યો છે.

દિવાળી એટલે પ્રકાશ પર્વ. બીજાના જીવનમાં અજવાળુ ફેલાય એવું માનતાનું સદ્કાર્ય કરવામાં આવે તો દિવાળી ખરા અર્થમાં ઉજવી કહેવાય. પોશીના  લાભાર્થી અત્યાર સુધી અંધારામાં હતા, અંધકારમાં હતા પણ   મુકેશભાઇ ડાભીના પ્રાયસોથી જેમ દિવાળીના દિવડાં અંધકાર દૂર કરે તેમ મુકેશભાઇ તેમના જીવનમાં અજવાળુ લઇને આવ્યાં અને તેમના મતવિસ્તારમાં વીજળીના દિવડા દિવાળીના દિવડાની જેમ ઝગમગ ઝગમગ થઇ રહ્યાં છે.

મુકેશભાઇ ડાભીએ કરી બતાવેલુ કામ બીજા સભ્યો માટે પણ અનુકરણીય કહી શકાય અને જો તમામ સભ્યો એવુ કરે તો જેઓ અંધરામાં છે તેમના ઘરમાં અજવાળુ ફેલાશે તો તેમના જીવનમાં નવો આનંદ ઉલ્લાસ આવશે. મુકેશભાઇ ડાભીના મત વિસ્તારના એ લાભાર્થીઓના આશિર્વાદ  મુકેશભાઇને મળશે અને ફળશે એમાં બેમત નથી. આ અંગે  મુકેશભાઇ ડાભી ખરેખર વંદન અને અભિનંદનના હક્કદાર છે..

નોંધનીય બાબત એ છે કે, એક મીટર પૈસાથી મેળવવા જાય તો વિધુત બોર્ડની ઓફિસ માંથી ૫ હજાર કરતા વધારે રકમમાં મળે છે. પણ શ્રી મુકેશભાઇ ડાભીએ 270 કનેકશન અપાવીને લાભાર્થીઓના હજારો રૂપિયા બચાવીને તેમના જીવનમાં એક નવો રંગ ભર્યો છે, જે નવરંગથી કાંઇ કમ નથી.

Related Articles

Back to top button