Blog
“તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ૪૩ લાખથી વધુ કિંમતના ૧૧૬ મોબાઇલ માલિકોને પરત
સાબરકાંઠા પોલીસની મોટી સફળતા

સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરી અને ગુમ થયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કુલ ૧૧૬ મોબાઇલ રિકવર કરવામાં આવ્યા, જેમાં ચોરી થયેલા મોબાઇલનો પણ સમાવેશ થાય છે.
આ કામગીરી વીરેન્દ્રસિંહ યાદવ તથા ડૉ. પાથરાજસિંહ ગોહીલ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. પોલીસે CEIR પોર્ટલ દ્વારા સતત મોનીટરીંગ કરી મોબાઇલ ટ્રેસ કર્યા હતા.
સાથે સાથે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ફ્રોડના કેસોમાં પણ કાર્યવાહી કરી બે અરજદારોને તેમની ૯૬ ટકા રકમ પરત અપાવવામાં સફળતા મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓના હસ્તે રિકવર થયેલા મોબાઇલ અને રકમ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.




