उत्तरप्रदेशराष्ट्रीय

દુર્ઘટનાઃ ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું તળવામાં….20ના મોત….જેમાં 7 બાળકોનો સમાવેશ…

દુર્ઘટનાઃ ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું તળવામાં....20ના મોત....જેમાં 7 બાળકોનો સમાવેશ...

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દુર્ઘટનામાં 20 લોકો મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ મળ્યાં છે. દુઃખની વાત એ છે કે મૃતકોમાં 7 તો બાળકો હતા. ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. ગામના લોકો અને પોલીસકર્મીઓને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી અનુસાર કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક આજે સવારે આશરે 10 વાગ્યે ટ્રેક્ટર બેકાબૂ થઇ ગયું હતું અને તે તળાવમાં ગરકાવ થયું હતું. ટ્રોલીમાં સવાર સાત બાળકો અને આઠ મહિલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ચૂકી છે. સમગ્ર ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઘાયલોને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના વતની જણાવાઈ રહ્યા છે. સીએમઓ રાજીવ અગ્રવાલે કહ્યું કે 20 મૃતકોમાં સાત બાળકો અને અન્ય 8 મહિલાઓ સામેલ છે.

માહિતી અનુસાર દુર્ઘટનાને કારણે ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો એકબીજા પર દબાઈ ગયા હતા અને ટ્રેક્ટર ટ્રોલી ઉપર આવી જતાં તેઓનો જીવ બચાવવાનો મોકો મળ્યો નહોતો. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થિતિ અતિ ગંભીર જણાઈ રહી છે. ચારેકોર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Articles

Back to top button