પ્રજા વેદનાઃ હિંમતનગર જનસેવા કેન્દ્રમાં જ્યાં જ્યાં નજર મારી ફરે લાઇન જ લાઇન…. .
પ્રતિનિધિ:રાહુલ સિંહલ, હિંમતનગર….
જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ જનસેવા કેન્દ્રમાં જમીનના ઉતારા લેવા માટે કલાકો સુધી લાગી હતી. લાંબી લાંબી લાઈનોથી ગ્રાહકો પરેશાન થયા હતા.
વિગતે જોઇએ તો, હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા આધાર કાર્ડ તેમજ જમીનના ઉતારા જેવી અનેક સુવિધાઓ જનતાને મળે છે. એ તો ઠીક પણ જનતા બિચારી પેલા ફોનમાં મેસેજ આવે ને કે આપ કતાર મેં હૈ…ની જેમ કતારમાં ઊભી રહીને હેરાન પરેશાન થઈ જાય છે…
આખરે ક્યાં સુધી ઉભા રહે….એટલે પછી કંટાળીને પરત ઘર તરફ વળી જાય છે અને પોતાનું કામ અધૂરું છોડીને જતા રહે છે…
આ અંગે મામલતદાર કચેરી ખાતે અનેકવાર…વારંવાર…લગાતાર…રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. વધુ માં જોઈએ તો જનસેવા કેન્દ્રની જમીનના ઉતારા આપવાની બારી ઉપર લગાવેલ CCTV કેમેરા જાણે શોભાના ગાંઠીયા બરાબર હોય તેમ જાણી જોઇને ઊંધા કરી દેવામાં આવ્યા છે…?!
શું તેઓ આ રીતે કેમેરા ઉંધા કરીને પોતાની મનમાની કરી શકે…? અને કોઇ વધારે પૂછપરછ કરે તો સર્વર ડાઉન છે…..! કહીને ગ્રાહકોની વાત કોઈ સાંભળતું નથી…છે કોઇ સાંભળનાર…?.




