Blog

કઠણાઇઃ કમિશન હૈ કિ મિલતા નહીં….વ્યાપારી ખાયે જાત હૈ….

કઠણાઇઃ કમિશન હૈ કિ મિલતા નહીં....વ્યાપારી ખાયે જાત હૈ....

અમદાવાદ શહેરમાં કાપડ બજારમાં કમિશન એજન્ટ એટલેકે દલાલીનો ધંધો કરીને ગુજરાન ચલાવતા 800 થી 1000 જેટલા દલાલોની સામે સ્થાનિક પોલીસ તથા ન્યુ કલોથ માર્કેટમાં ખોલવામાં આવેલી સીટ દ્રારા વગર કારણે કેટલાક વેપારીઓના ઈશારે હેરાન કરીને પોલીસ કેસ કરીને રંજાડવામાં આવી રહ્યા છે

માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જયોર્જ ડાયસ, સુનિલ બાલાણી અને રાજુ પંચાલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનામાં નાદારી નોંધાવનારા અથવા લેભાગુ વેપારીઓ લાખો રૂપિયાનો માલ લઈને જવાબ ન આપે તો વેપારીઓ દલાલોને બલિનો બકરો બનાવી માલ આપનાર વેપારી જાણે કે દલાલ જવાબદાર હોય તેમ તેને માથે લેભાગું વેપારીનેપકડી લાવવાની જવાબદારી નાંખવામાં આવે છે.

જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે એટલુ જ નહીં પોલીસ કે વેપારીના કહેવાથી ભૂલથી કોઈ દલાલ લેભાગુ વેપારીના ઘરે જાય તો તેના પરિવારજનો ગંભીર પ્રકારના આક્ષેપો કરી ફોજદારી રાહે કેસો દાખલ કરે છે જેમાં દલાલને ભોગવવુ પડે છે. આ સંજોગોમાં મુખ્યમંત્રીને દલાલોની સાથે આવો વ્યવહાર અટકાવવા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જયોર્જ ડાયસ, સુનિલ બાલાણી અને રાજુ પંચાલે પત્ર પાઠવીને માનવીય અભિગમ રાખવા રજૂઆત કરી છે.

Related Articles

Back to top button