sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ…

સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ...

સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગર શહેરના કચ્છી સમાજ વાડી ખાતે આજરોજ ગાંવ ચલો અભિયાનના પ્રદેશના સહ કન્વીનર શૈલેષભાઈ પટેલ, લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા,  પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યકુંવરબા પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાની કાર્યશાળા યોજાઇ હતી.

આ પ્રસંગે પ્રદેશના ગામ ચલો અભિયાનના સહ કન્વીનર શૈલેષભાઈ પટેલે જણાવેલ કે દેશમાં એક લાખ કાર્યકર્તા અભિયાનમાં કાર્ય કરી રહ્યા છે આગામી ૧૦ અને ૧૧મી ફેબ્રુઆરી એમ બે દિવસ પ્રવાસી કાર્યકર્તા ગામડામાં જશે અને 24 કલાક રોકાશે.

આનો ઉદ્દેશ વિશે તેમણે જણાવ્યું  કે આ સમય દરમિયાન ગામના તમામ અલગ અલગ સમાજના લોકોને મળવું, તેમની સાથે બેઠક કરવી, લાભાર્થીઓને મળવું, તેમના પરિવારને પણ મળવું, તેમનો અભિપ્રાય લેવો જેનાથી 2024ની ચૂંટણી માટે જન સમર્થન મેળવવો, જ્યાં 51 ટકાથી વધારે મત મળતા હોય ત્યાં ૧૦ થી ૨૦ ટકા વધારે મત મેળવવા તેઓ પ્રયત્ન કરવો, તે પછી સમીક્ષા બેઠક કરવીવગેરેનો સમાવેશ થાય છે.

શૈલેષભાઈ એ વધુમાં જણાવ્યું કે, બુથ શક્તિ કેન્દ્રમાં પણ પ્રવાસી કાર્યકર્તાઓની નિમણૂક કરવાની છે, પાલિકા વિસ્તારમાં પણ મંડલ દીઠ કાર્યશાળા કરવી, પ્રવાસમાં શું કરવું, પ્રચાર કેવી રીતે કરવો, સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કરવો, તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પંચાયત સીટમાં પણ કાર્ય શાળા કરવાની છે તેમ જણાવ્યું તો  લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવેલ કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રવાસી કાર્યકર્તા તરીકે એક દિવસ માટે જવાના છે તેથી જિલ્લાના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ફરજિયાત આ કાર્યક્રમમાં જોડાય તે જરૂરી છે. આમ  તેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.  જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ આગામી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી, જિલ્લા મહામંત્રી અને ગામ ચલો અભિયાન કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ લોકેશભાઈ સોલંકી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ  કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીજીનો લોકપ્રિય મન કી બાતનો કાર્યક્રમ સૌએ નિહાળ્યો હતો, પ્રવાસી કાર્યકર્તા આગામી ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના અંતમાં આવનાર મન કી બાત ના કાર્યક્રમમાં ચલો ગામ અભિયાન અંતર્ગત જે ગામમાં ગયા હતા તે ગામમાં મન કી બાત ના કાર્યક્રમમાં જાય તેવો પક્ષે સૂચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button