खेल जगतराष्ट्रीय

વાઉઃ આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતના દિનેશ કાર્તિક, હર્ષ ભોગલે, શાસ્ત્રી અને ગાવસ્કર આપશે કોમેન્ટરી…

વાઉઃ આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતના દિનેશ કાર્તિક, હર્ષ ભોગલે, શાસ્ત્રી અને ગાવસ્કર આપશે કોમેન્ટરી...

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ જ્યારે આગામી ટી20 વિશ્વકપ માટે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ જશે તો તેની નજર ભારત માટે આઈસીસી ટ્રોફી હાંસલ કરવા પર હશે.  તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પૈસા અને પ્રતિભાની કોઈ કમી નથી અને તેથીજ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો આકર્ષિત થાય છે. ભારતીય ટીમ આઈપીએલ શરૂ થયા બાદ ટી20 વિશ્વકપ જીતવામાં સફળ થઈ નથી.

વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટી20 વિશ્વકપનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય માત્ર એકવાર 2014માં ફાઈનલમાં પહોંચી શકી અને ત્યાં તેણે શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પણ T20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે.

હવે ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે.દિનેશ કાર્તિક વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરશે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. કાર્તિકે વર્તમાન IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કર્યું હતું.

દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે IPLની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે તેની તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

દિનેશ કાર્તિક ઉપરાંત ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓ’બ્રાયનને પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય દેશના પણ કોમેન્ટરેટર જેવાકે  ડેની મોરિસન (ન્યુઝીલેન્ડ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), શોન પોલોક (દક્ષિણ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) ). (ઈંગ્લેન્ડ), લિસા સ્થલેકર (ઓસ્ટ્રેલિયા),

ઉપરાંત બીજા અન્યમાં અથર અલી ખાન (બાંગ્લાદેશ), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), માઈક એથર્ટન (ઈંગ્લેન્ડ), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ) , સિમોન ડોલ (ન્યુઝીલેન્ડ), એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), ડેરેન ગંગા (વેસ્ટ ઈન્ડિઝ), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા), મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), માઈક હેસમેન (ઓસ્ટ્રેલિયા), જેમ્સ ઓ’બ્રાયન (યુએસએ), કેટી માર્ટિન (ન્યુઝીલેન્ડ), પોમી મ્બાન્ગ્વા (ઝિમ્બાબ્વે), ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ), એલિસન મિશેલ (ઇંગ્લેન્ડ), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), કાસ નાયડુ (દક્ષિણ આફ્રિકા), નિઆલ ઓ. ‘બ્રાયન (આયર્લેન્ડ), એબોની રેનફોર્ડ-બ્રેન્ટ (ઇંગ્લેન્ડ) ).

Related Articles

Back to top button