UNCATEGORIZED

કેજરીવાલના હેલિકોપ્ટરને જિલ્લામાં ઉતરવાની મંજૂરીનો વિવાદ…આખરે ભિલોડા ઉતરશે..!

કેજરીવાલના હેલિકોપ્ટરને જિલ્લામાં ઉતરવાની મંજૂરીનો વિવાદ...આખરે ભિલોડા ઉતરશે..!

વડોદરામાં કેજરીવાલની જાહેરસભા માટે  પ્લોટ ભાડે આપનારને ત્યાં બુલડોઝર પહોંચીને તોડી નાંખવાની ધમકીના પગલે તેની અસર સાબરકાંઠામાં પડી હોય તેમ ખેડબ્રહ્મામાં પોતાની જમીન પર કેજરીવાલના હેલિકોપ્ટરને ઉતરવા દેવાની ના પાડી દેતા વિવાદ સર્જાયો છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠાની મુલાકાતે દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનના હેલિકોપ્ટરના હેલીપેડનો વિવાદ જોવા મળી રહ્યો છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્માની મુલાકાતે આવી રહ્યાં છે. તેમના હેલિકોપ્ટરને ઉતારવાના મામલે એક જગ્યા પસંદ કરવામાં આવી પણ ખેડબ્રહ્મા હેલીપેડ પર હેલીકોપ્ટર ઉતારવાની જમીન માલિકે ના પાડી છે, હિંમતનગર કોલેજના હેલીપેડ પર હેલિકોપ્ટર ઉતારવાની યોજના હતી પણ ના પડાઇ દેવામાં આવી છે.

એવી અટકળો છે કે રાજકારણની રમતો ચાલતી હોવાની વાત આગળ‌ કરી કેળવણી મંડળ દ્વારા ના પાડી દેવામાં આવી છે. કેમ કે વડોદરામાં નવનીતકાકાને ત્યાં બુલડોઝર પહોંચ્યા તે સમાચાર ટીવીમાં જોઇને કોઇ આપ પાર્ટીને મદદ કરવા તૈયાર થાય તેમ  નથી.

છેલ્લે  અરવલ્લી જિલ્લાના ભિલોડા હેલીપેડ પર હેલિકોપ્ટર ઉતરશે અને ત્યાંથી બાય કાર તેમનો કાફલો રવાના થશે.

Related Articles

Back to top button