sabarkatha

ફરી એકવાર મોદી સરકારઃ 5 લાખ મતોથી જીતવા માટે “જહાં કમ વહાં હમ”નું સૂત્ર….

ફરી એકવાર મોદી સરકારઃ 5 લાખ મતોથી જીતવા માટે "જહાં કમ વહાં હમ"નું સૂત્ર....

આજરોજ હિંમતનગર શહેરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સંસદીય બેઠક યોજાઈ હતી.. બેઠકમાં લોકસભા ક્ષેત્રના ક્લસ્ટર તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષ સ્થાને બેઠકમાં લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જે. ડી. પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજુભાઈ શુકલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુવરબા પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

બેઠકમાં બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું કે આજે ચૂંટણી જીતવા માટે આપણું શ્રેષ્ઠ વાતાવરણ છે પરંતુ પાંચ લાખના લક્ષાંક માટે મહેનત ખૂબ કરવી પડશે, નાના કાર્યકર્તાનું પણ મહત્વ સમજજો, આજે નાના કાર્યકર્તા પ્રધાનમંત્રીથી માંડી ઉચ્ચપદો ઉપર બેઠા છે. આપણું શક્તિ કેન્દ્ર મુખ્ય કેન્દ્ર રહેશે, “જહાં કમ વહાં હમ” ત્યાં પહોંચવાનું છે તે તેની યોજના વિશે વાત કરી હતી, ભાજપનું વિસ્તાર કરવાનું આ અવસર છે એના માટે કાર્યકર્તા કામે લાગી જાય, રાષ્ટ્ર માટે કામ કરવાનું છે.

 જ્યારે, દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે, આપણો રોલ સંગઠનમાં ભૂમિકા શું છે તે નક્કી કરવાનું છે, ફુલ ટાઈમ કામ કરે તેવા કાર્યકર્તાઓને જવાબદારી આપીએ, આપણો એક જ ગોલ હોવો જોઈએ નરેન્દ્રભાઈને 400 પ્લસ સુધી બેસાડવાના છે, બુથ સુધી સક્રિય કેવી રીતે રાખવું તે વિશે જાણકારી આપી હતી. પક્ષ આપણી પાસે અલગ વિઝનથી કામ માંગે છે,

લાભાર્થીઓનો સંપર્ક કરવો, અભિપ્રાય લેવો, નાના સમાજમાંથી માંડી તમામ સમાજના આગેવાનો લોકોને મળવું, સંપર્ક કરવો વગેરે વાત કરી હતી. સંગઠાત્મક વ્યવસ્થા વિશે વાત કરી હતી. સંયોજક જે.ડી. પટેલે ચૂંટણીમાં બંને જિલ્લામાં જેની જવાબદારી સોંપવામાં આવી છે તેની જાહેરાત કરી હતી

તેમણે  જણાવ્યું કે મતદાનથી માંડી વોટીંગ કરવા સુધીની જવાબદારી પૂરી કરવાની છે. આ પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ કર્યું હતું. બેઠકમાં બંને જિલ્લાના મુખ્ય હોદ્દેદારો હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button