દહેગામ શહેરમાં આવેલી મ્યુનિસિપલ હાઇસ્કુલ મ્યુન્સિપલ ગર્લ હાઇસ્કુલ અને પૂર્ણિમા હાઇસ્કુલ આગળ પડેલા મોટા મોટા ખાડાથી વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઇ રહ્યાં છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં જાણે નગરપાલિકાની કામગીરી ખાડામાં ગઈ હોય તેઓ લોકોને અહેસાસ થઈ રહ્યો છે. કારણ કે દેહગામ શહેરમાં તેમજ ગામડાના વિદ્યાર્થીઓ દહેગામ ખાતે આવેલ મોટી મોટી સ્કૂલો અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે આ માર્ગ ઉપર મ્યુનિસિપલ હાઇસ્કુલ, મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, પૂર્ણિમાહાઇસ્કુલ , કુમારશાળા જેવી શાળાઓનો સમાવેશ થાય છે.
આ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજના અસંખ્ય લોકોની અવર-જવર સાથે સંકળાયેલો છે તેવા જ મુખ્ય માર્ગ ઉપર હાલમાં મોટા મોટા ખાડા અને પથરા અને કાદવ કિચડ હોવાથી વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે ત્યારે તેમના કપડાથી કાદવ કિચડથી રંગાઈ જાય છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવાથી વિદ્યાર્થીઓ પારાવાર પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે .
આ મુખ્ય માર્ગ ઉપર સરકારી કચેરીઓ આવેલી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેથી વિદ્યાર્થીઓને સાથે સાથે નગરજનો શહેરની મહિલાઓ અને કર્મચારીઓ અને શિક્ષકો અને આચાર્ય તેમજ વાહન ચાલકો પણ ભારે પરેશાન થવાના અહેવાલ સાંપડી રહ્યા છે તેમ છતાં આ રસ્તાને કોઈ રણી-ધણી ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તો આ બાબતે નગરપાલિકાની કુંભકર્ણ નિંદ્રા ક્યારે ઉડશે અને વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન ક્યારે થશે તેવી શહેરની જનતા જવાબ માગી રહી છે.
