જેઠાલાલ ચંપકલાલ ગઢ્ઢા ઉપડ્યા અમેરિકા…ટપુની મમ્મી સાથે છે કે નહીં..?!
જેઠાલાલ ચંપકલાલ ગઢ્ઢા ઉપડ્યા અમેરિકા...ટપુની મમ્મી સાથે છે કે નહીં..?!
ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. જેઠાલાલ ગઢા માટે સરપ્રાઈઝ પ્લાન કરવામાં આવી છે. મેકર્સ શોને વધુ રસપ્રદ બનાવવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આવનાર એપિસોડમાં તમે જોઈ શકશો કે કેવી રીતે જેઠાલાલ સવારે ગઢા ઈલેક્ટ્રોનિક્સ પહોંચે છે અને કામ શરૂ કરવાની તૈયારી કરે છે. પરંતુ તેમને એ નથી ખબર કે તેમના માટે એક સરપ્રાઈઝ છે.
નટુ કાકા અને બાઘા તેમના શેઠજી માટે ખૂબ જ ખુશ છે. પણ તે આ સરપ્રાઈઝ તેના શેઠજીને બહુ સરળતાથી કહેવા માગતા નથી. પહેલા બંને જેઠાલાલનું એકસાથે સ્વાગત કરે છે અને પછી તેમને બેસવા માટે જગ્યા આપે છે. આ પછી બંને ગૂડ ન્યૂઝ આપવાનું વિચારે છે. જેઠાલાલને વસ્તુઓ એકદમ અજીબ લાગે છે. બાઘા અને નટુ કાકા બંને એક રહસ્ય છુપાવી રહ્યા છે તેવી જેઠાલાલને શંકા જાય છે.
બાઘા પહેલા તો થોડો ડાન્સ કરે છે, જેમાં નટુકાકા પણ સામેલ થઈ જાય છે. તેની થોડીવાર પછી જેઠાલાલ આ બધાથી બોર થવા લાગે છે અને થોડા નારાજ પણ થાય છે. આખરે બાઘા, જેઠાલાલને તેમને અમેરિકા જવા વિશે જણાવે છે. તેના પછી શું થાય છે, તે માટે તમારે સિરિયલ જોવી પડશે. આખરે આ યુએસ ટ્રિપની પાછળનું કારણ શું છે? શું ખરેખર જેઠાલાલ અમેરિકા જશે? આવનાર એપિસોડમાં તમને ઘણા બધા સસ્પેન્સ, ડ્રામા, થ્રિલ અને હસી મજાકનો માહોલ જોવા મળશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો આ શો અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી ચાલનાર શો છે. વર્ષ 2008માં આ ટીવી પર પ્રસારિત થયો હતો. આ સિરિયલ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. અત્યાર સુધી સિરિયલે 3500 એપિસોડ પૂરા કર્યા છે. આ શોને આસિક કુમાર મોદીએ ક્રિએટ કર્યો છે. શોના તમામ પાત્રો દર્શકોના ફેવરેટ છે.




