આજ રોજ ભચાઉ શહેર માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ડો. બાબાસાહેબ આબેડકર સર્કલ થી થઈ ને ભચાઉ શહેરના જુના બસટેસન થઈ ને મહારાણા પ્રતાપ ગેટ તેમજ શીવાજી ગેટ સુધી આ તિરંગા યાત્રામાં તમામ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
સ્કૂલનાં વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ભચાઉ શહેરમાં તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગાયાત્રામાં મુખ્ય ભચાઉ નગરપાલિકા પ્રમુખ, ભચાઉ ગ્રામ જનો, તમામ સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ ભચાઉ શહેરનાં વેપારી અને અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા.
મુખ્ય એકતાનું પ્રતિક રૂપે તમામ સમાજને સાથે રાખીને આ યાત્રા નીકળી હતી. અને ભગતસિંહ, રાજગુરું,સુખદેવ અમર રહે તેવા નારા લગાવ્યા હતું. વધુ માહિતી મુજબ આવતી ૧૫ ઓગસ્ટ નાં ભચાઉ શહેર માં ૭૫ ફૂટ ઊંચું રાષ્ટ્રીય ધ્વજ ફરકાવા માં આવશે. અને નગરપાલિકા દ્વારા ભચાઉ શહેરનાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે..




