अंतर्राष्ट्रीयराष्ट्रीय

જાણો, સિમકાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે..?!

જાણો, સિમકાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે..?!

આજનાં જમાનામાં મોબાઇલ ફોન લોકોનાં જીવનનો અહમ ભાગ બની ગયો છે. લોકો ઘણાં કલાકો સુધી મોબાઇલ સ્ક્રીન પર સમય વિતાવે છે. મોબાઇલ સતત સ્માર્ટ થતો જઇ રહ્યો છે. તેનાંથી લોકોનાં ઘણાં કામ ખુબજ સરળ થઇ ગયા છે. પણ કોઇપણ મોબાઇલમાં સૌથી જરૂરી છે સિમ કાર્ડ. સિમ કાર્ડની મદદથી મોબાઇલમાં નેટવર્ક આવે છે. જેથી આપણે કોલ, મેસેજ કે નેટ ચલાવી શકીએ છીએ. જો આપ પણ સિમ કાર્ડને ધ્યાનથી જોશો તો તમે જાણ્યું હશે કે તેની ડિઝાઇનમાં તે એક સાઇડથી થોડુ કટ થયેલું હોય છે. પણ શું તમને ખબર છે કે આ સિમ કાર્ડ એક સાઇડથી કેમ કટ થયેલું હોય છે? ચાલો આપને જણાવીએ.

પહેલાં સિમકાર્ડ નોર્મલ હતા.તમે વિચારતા જ હશો કે જ્યારે પહેલા સિમ કાર્ડ સામાન્ય હતું, તો શું થયું કે તે બાજુથી કટ કરવું પડ્યું. ખરેખરમાં, જ્યારે સિમ કાર્ડ ચોરસ હતા ત્યારે લોકોને એ સમજવામાં તકલીફ પડતી હતી કે સિમની સીધી અને રિવર્સ બાજુ કઈ છે. આવી સ્થિતિમાં લોકો ઘણી વખત સિમ ઉંધુ કરી દેતા હતા. જેના કારણે બાદમાં તેને હટાવવાનું મુશ્કેલ હતું. જેને કારણે કેટલીકવાર સિમની ચિપ પણ બગડી જતી હતી.

આ સમસ્યાને જોતા ટેલિકોમ કંપનીઓને સિમની ડિઝાઇન બદલવાની જરૂર લાગી. આ પછી કંપનીઓએ એક ખૂણામાંથી સિમ કાર્ડ કાપી નાખ્યું. આ કટ કોર્નરના કારણે લોકો માટે મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ નાખવાનું અને તેને કાઢવાનું સરળ હતું, કારણ કે સિમ કાર્ડમાં કટ થવાને કારણે એક ખાંચો બની ગયો હતો. આવી સ્થિતિમાં, લોકોને સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં સગવડ હતી, જેના કારણે અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ નવી કટ ડિઝાઇનવાળા સિમ કાર્ડ વેચવાનું શરૂ કર્યું.

Related Articles

Back to top button