54 ક્વોરીઓને 63 લાખથી વધુની રકમ દંડ ફટકારવામાં આવ્યો….
54 ક્વોરીઓને 63 લાખથી વધુની રકમ દંડ ફટકારવામાં આવ્યો....

અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં મેટલ માટેની ક્વોરી લીઝમાં ગંભીર અનિયમિતતાઓ જણાઈ આવતાં ખાણ અને ભૂસ્તર વિભાગે 54 ક્વોરીઓને 63 લાખથી વધુની રકમ દંડ ફટકારવાની વિગત સામે આવી છે.
અબજો રૂપિયાના મૂલ્યના ખનીજની ચોરી થઈ હતી અને અધિકારીઓએ 12 શરતો માટે ગેરરીતિ દર્શાવી કારણદર્શક નોટિસ આપી પ્રમાણમાં મામૂલી કહી શકાય એટલો દંડ ફટકાર્યો હતો. 2014માં લીઝ અપાયા બાદ આજદિન સુધી કોઈ ઈન્સ્પેક્શન થયું ન હોવાનું બહાર આવ્યું છે.
2014થી જો દર વર્ષે ઈન્સ્પેક્શન થયું હોત તો કરોડો રૂપિયાનો દંડ થઈ શક્યો હોત અને તેમ ન કરવા પાછળ માત્ર તંત્ર અને ક્વોરી માલિકોની સાંઠ ગાંઠથી થઈ રહેલો ભ્રષ્ટાચાર જ જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે તેમાં કેટલુ સત્ય એ તો તટસ્થ તપાસ તો જ બહાર આવી શકે…
અરવલ્લી જિલ્લા ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર અધિકારીએ વિવિધ કંપનીઓને માત્ર કારણદર્શક નોટિસો અને દંડ ફટકાર્યો છે. નોટિસમાં વિભાગે લખ્યું છે કે, તમારી લીઝ અને માઇનિંગ પ્લાન્ટે કુલ 12 શરતોમાંથી ઘણી શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને તે માટે દરેક શરતના ઉલ્લંઘન માટે 10,000 દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ ઓનલાઈન જમા કરાવવાની રહેશે અને પૂરાવાઓ ઓફિસમાં જાહેર કરવાના રહેશે. જો આમ કરવામાં નિષ્ફળ જશે તો, ગુજરાત ગૌણ ખનિજ રાહત નિયમો, 2017 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ અને ચોક્કસ કંપનીનું ઓનલાઈન એકાઉન્ટ બંધ કરવામાં આવશે અને લીઝ રદ કરવામાં આવશે.
લીઝ સાઈન બોર્ડ, બાઉન્ડ્રી, ફેન્સિંગ, રજિસ્ટર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ પર કવર, વે બ્રિજ, માઈનિંગ પ્લાન, માઈનિંગ પ્લાન મુજબ નિકાસ, ખાણકામ ઈજનેર અને ખાણકામ માટે 12 શરતોના રોડ મેટલના ગેરકાયદે ખોદકામ માટે ક્રશર સામે કાર્યવાહી કરવામાં આવે છે.
આ અંગેનો નિયમ એ છે કે ગુજરાત માઈનોર મિનરલ કન્સેશન રૂલ્સ, 2017 મુજબ પ્રકરણ XVII નિયમોની જોગવાઈનું ઉલ્લંઘન કરાય તો બે વર્ષ સુધીની કેદ અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે. સતત ઉલ્લંઘનના કિસ્સામાં, વધારાના દંડ સાથે જે દરેક દિવસ માટે દંડની રકમ પચાસ હજાર રૂપિયા સુધી લંબાવવામાં આવી શકે છે
