राष्ट्रीयઅરવલ્લી

આવેદનપત્રમાં માંગઃ ચોથી જાગીરનું જાહેરમાં ઘોર અપમાન કરનાર વીડી ઝાલા માફી માંગે…

આવેદનપત્રમાં માંગઃ ચોથી જાગીરનું જાહેરમાં ઘોર અપમાન કરનાર વીડી ઝાલા માફી માંગે...

સાબરકાંઠાના  ભાજપના  ધારાસભ્ય વી ડી ઝાલા દ્વારા પત્રકારો સાથે અભદ્ર વર્તન કરવા બદલ અરવલ્લી પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટી ની બેઠક ચાલુ હતી ત્યારે સાબરકાંઠાના  પત્રકારો કવરેજ માટે ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા  પાર્ટી ધારાસભ્ય વી ડી ઝાલા દ્વારા પત્રકારો ને હડધુત કરી અપમાનિત કરવામાં આવ્યાં હતા. આઆ અંગેનો  વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો

જેને લઈને વી ડી ઝાલા લોરકશાહીમાં દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોનું અપમાન થતુ સ્પષ્ટ જોવા મળ્યું હતું જેને લઇને અરવલ્લી જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા કલેકટર-અરવલ્લીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.  જેમાં માંગ કરવામાં આવી હતી કે  વી. ડી .ઝાલા પત્રકારોની  જાહેરમાં માફી માંગે અને રાજીનામું આપે તેવી અરવલ્લી જિલ્લા પત્રકારોની જાહેર માંગ છે.

Related Articles

Back to top button