
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન યોગ્ય છે અને તેમાં સૌ કોઇએ જોડાવવુ જોઇએ.
આજે અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરની આસપાસ સફાઈ કરવામાં આવી હતી. માલપુર તાલુકામાં માલપુર ગ્રામ પંચાયત હસ્તકની દેશના મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, આ સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઈ મોટું યોગદાન આપી આ અભિયાન ને સફળ બનાવે તેવી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અપીલ કરવામાં આવી છે.




