sabarkathaराष्ट्रीय

કરૂણ ઘટનાઃ વડાલીના કુબાધરોલ તળાવમાં એક યુવાન ડૂબી જતાં તેનું મોત

કરૂણ ઘટનાઃ વડાલીના કુબાધરોલ તળાવમાં એક યુવાન ડૂબી જતાં તેનું મોત

સાબરકાંઠાના વડાલીમાં એક અપ્રિય ઘટના સામે આવી છે. જેમાં વડાલીના કુબાધરોલ તળાવમાં એક યુવાન ડૂબી જતાં તેનું મોત થયું હતું. અને તળાવમાંથી યુવાનની લાશ મળી આવી હતી….

વિગતે જોઇ તો ગઇ મોડી રાત્રે તળાવમાં એક યુવક ડૂબ્યો હોવાનો કોલ મળતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અને તરત જ ઘટના પહોચ્યું હતું. વડાલી હિમતનગર ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી તળાવમાં સર્ચ ઓપરેશન. હાથ ધર્યું હતું.. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મોડી રાત્રેથી લાશની શોધખોળ હાથ કરાઇ રહી હતી.

એવી વિગત બહીર આવી કે કુબાધરોલ ખાતે ખેત મજૂરી અર્થે યુવાને અગમ્ય કારણોસર તળાવમાં પડતું મૂકી મોતને વહાલું કર્યુ હતું..વડાલી પોલીસ મામલતદાર તલાટી મંત્રી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાશ મળતા લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે .યુવાનના મોતનું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસમાં કારણ બહાર આવી શકે છે.

Related Articles

Back to top button