રેન્જ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી સરહદી ભુજના જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર – વિભાગ અંજાર નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના આપેલ છે.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સવાસરનાકા પાસે ખીમજી રાણા રહે.અંજાર વાળો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક ફરકનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી – રમાડી રહેલ છે. જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરાવી મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
. પકડાયેલ આરોપીમાં ખીમજી દિપચંદ રાણા ઉ.વ .૬૦ રહે.સવાસરનાકા કેબીનમાં અંજારનો સમાવેશ થાય છે. કબ્જે કરેલ મુદામાલમાં : ( ૧ ) ડાયરીનુ પાનુ જેની એક બાજુ અલગ – અલગ આંકડા લખેલ છે તે કિ.રૂ .૦૦ / ( ૨ ) એક બ્લેક કલરની બોલપેન નં – ૧ કિ.રૂ .૦૦ / ( ૩ ) રોકડા રૂ .૧૪૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧૪૦૦ /નો સમાવેશ થયા છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




