sabarkathaराष्ट्रीय

હિંમતનગરમાં ટ્રકના અડફેટે ચ઼ડેલા યુવકનું આખરે મોત… વાંક કોનો….?

હિંમતનગરમાં ટ્રકના અડફેટે ચ઼ડેલા યુવકનું આખરે મોત... વાંક કોનો....?

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં એક અકસ્માતમાં  યુવાનનું મોત થતાં અરેરાટી ફેલાઇ છે. કેમ કે એક ટ્રકવાળાએ તેને અડફેટ લઇને ઢસડ્યો હતો,. આ ટ્રકે એક પોલીસ ચોકીને પણ નુકશાન પહોંચાડ્યું હતું.

સમગ્ર બનાવની વિગત જોઇએ તો હિંમતનગર પોલિટેકનિક ચાર રસ્તા પાસે બનેલા એક  ગમખ્વાર અકસ્માતમાં  પોલીટેકનીક કોલેજ તરફથી આવતો યુવાન અચાનક ટ્રક નીચે ઘૂસી ગયો હતો. અને કાંઇ સમજે તે પહેલાં ટ્રકવાળો યુવાનને ટ્રક 10 ટ સુધી દૂર ખેંચી ગયો હતો અને એ જોઇને લોકો બુમો પાડીને ટ્રકવાળાને ટ્રક ઉભુ રાખવા કહી રહ્યાં હતા. જો કે ત્યાં સુધીમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

યુવાને ઉડાવ્યાં બાદ આ બેફામ ટ્રકના ડ્રાઇવરે  ટી આર બી જવાનોની કામચલાઉ ચોકી પણ તોડી પાડી હતી.અને તેમાં .ટી આર બી મહિલા પણ ઘાયલ થઇ હતી. આ દર્શ્યો નિહાળવા માટે .લોકોના ટોળેટોળા એકઠા થયા હતા,

જો કે પોલીસ પણ તાબડતોડ  ઘટના સ્થળે પહોચી હતી અને મામલો સંભાળ્યો હતો. આ ગંભીર અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો..અને ક્રેન ની મદદ વડે બાઈક ચાલકની લાશને  બહાર કાઢવામાં આઈવી હતી.

Related Articles

Back to top button