જેટલા મુસાફરો જીપની અંદર એટલા જીપની ઉપર…! કોઇ રોકેંગે નહીં…કોઇ ટોંકેગે નહીં….
જેટલા મુસાફરો જીપની અંદર એટલા જીપની ઉપર...! કોઇ રોકેંગે નહીં...કોઇ ટોંકેગે નહીં....

સાબરકાંઠામાં સાર્વજનિક પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ખાનગી વાહનોમાં અઢળક કમાણી માટે નિયત કરતાં વધુ સંખ્યામાં મુસાફરોને બેસાડીને અને મુસાફરો પણ જાનનું જોખમ લઇને એવા વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બની રહ્યાં છે અને આવા બેફામ દોડતાં વાહનોની સામે પગલા લેવાની જેમને સત્તા છે એ પોલીસ તંત્ર દિવાળીમાં વ્યસ્ત છે.
વિગતે જોઇએ તો, તહેવાર નજીક આવતા પરપ્રાંતના લોકો બિચ્ચારા મોતની સવારી કરીને પોતાના ઘરે જવા મજબુર બન્યા છે. ટ્રાવેલર્સચાલકો વધુ ભાડાની કમાણી માટે વાહનની અંદરની જેમ વાહનની ઉપર પણ મુસાફરોને બેસાડીને કેટલાય લોકોની જિદગીઓ સાથે રમત રમી રહ્યાં છે. જેમાં ખાનગી જીપચાલકો પણ બેફામ ડ્રાઈવીંગ કરી મોતની સવારી કરી રહ્યા છે.
તાજેતરમાં આવુ એક વાહન રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં કેટલાક નિર્દોષ લોકો માર્યા ગયા હતા, તેમ છતાં તેમાંથી કોઇ ધડો લવાને બદલે દિવસે ને દિવસે અકસ્માતની ઘટના બની રહી છે અને મુસાફરો વાહનચાલકની સાથે મોતની સવારી કરી રહ્યા છે.
લોકોના જીવનને જોખમમાં મૂકનારા આવા બેફામ ચાલકોની સામે પગલા લેવાની જેંમની જવાબદીરી છે તે એ પોલીસ દિવાળીમાં વ્યસ્ત છે વાહન ચાલકો ઉઘાડી લુંટ કરી મોતની સવારી કરી રહ્યા છે. શુ તંત્ર હજુ પણ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યુ છે…તે એક મોટો સવાલ ઉભો થયો છે.




