બાયડ તાલુકાના ઞાબટ ખાતે એસીજુથ લીમ્બચ સમાજનો ૨૬મો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

વિગતે જોઇએ તો, આ અનેરો પ્રસંગ તાલુકાની ગાબટમાં આવેલ કેશવ વિદ્યાલયની ભૂમિ ઉપર સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સભ્યો અને નામી અનામી મહેમાનોની ઉપસ્થિતિથી સાર્થક થયો. હતો.
આ પ્રસંગમાં સમાજમાંથી આવેલા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો માતાઓ બહેનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એસીજુથ લીમ્બચ સમાજ માટે સમાજ વાડી નું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી એ માટે માતબર રકમની પણ દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. અને સમાજ ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને વાળંદ સમાજમાં શિક્ષણનું સ્થળ ખુબ ઊંચું તો આવ્યુ જ છે.પણ હજી બધી જ દિશાઓમાં શૈક્ષણિક-રાજકીય અને અનેક ક્ષેત્રે મારો સમાજ પાછળ નથી. તેવું સમાજના મોભીઓ દ્વારા ઉદબોદનમાં જણાવવામાં આવ્યું હતું…




