આજ રોજ પાટડી નગરપાલિકા ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું..આ તકે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ સહિતના તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
જે પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં સમાવિષ્ઠ કામોની યાદી આ મુજબ છે…
૧.પાટડી નગરપાલિકા વિસ્તારમાં પાટડી – બજાણા રોડ પર આવેલ વોટર વર્કસ કમ્પાઉન્ડ માં 10 લાખ લીટર ક્ષમતાના અન્ડર ગ્રાઉન્ડ સંપના કામનું લોકાર્પણ,
૨.શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ની બાજુમાં આવેલ મેઈન વોટર વર્કસમાં 9 લાખ લીટર ક્ષમતાની તથા 24મીટર ઊંચી ટાંકીનું લોકાર્પણ
૩.પાટડી – સડલા રોડ તથા પાટડી બજાણા સ્ટેટ હાઇવે ને જોડતા ડામર રોડનું લોકાર્પણ કરી સ્વ. ફકીરભાઈ વાઘેલા માર્ગ નામ આપવામાં આવ્યું…
૪.પાટડી સરકારી હોસ્પિટલમાં પાટડી નગરપાલિકા દ્વારા આપેલ જનરેટરનું લોકાર્પણ કર્યું હતું.




