sabarkathaराष्ट्रीय

વગર મંજૂરીએ ખનિજ વહન બદલ સાત કન્ટેનર સિઝ કરાયા….

વગર મંજૂરીએ ખનિજ વહન બદલ સાત કન્ટેનર સિઝ કરાયા....

ગાંધીનગર  ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં માટીના રોયલ્ટી પાસ પર બોકસાઈટ વહન કરતાં 2.75 કરોડના સાત કન્ટેનર સીઝ કરતા  જિલ્લા ભૂસ્તર વિભાગ ઊંઘતો ઝડપાયો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખનન માફિયા કેટલાક સમયથી ખૂબ જ સક્રિય બની રહ્યા છે કોઈને કોઈ યુક્તિ અજમાવી ગેરકાયદેસર રીતે ખનીજ વહનની પ્રવૃત્તિ જરા પણ ડર રાખ્યા વગર બિન્દાસથી ચાલી રહી છે અને ગાડીઓ ઓવરલોડ તથા બોગસ રોયલ્ટી પાસ લઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને સ્થાનિક તંત્ર ઉંઘતું રહે છે તેવો એક કિસ્સો બન્યો છે.

જેમાં ગાંધીનગર ફ્લાઈંગ  વિભાગે ચેકિંગ કરતા ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા સાત કન્ટેનર સીઝ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે 

આધારભૂત માહિતી દ્વારા જાણવા મળે છે કે ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈગ સ્ક્વોડ વાહન ચેકિંગમાં તારીખ 15 શનિવારના રોજ ધનસુરાથી રાજસ્થાન તરફ જતા કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં બોકસાઈટ ભરેલું હતું.

આવા કુલ 2.75 કરોડ ની કિંમતના કુલ સાત કન્ટેનર જપ્ત કર્યા  અને વાહન ચાલક પાસેથી ખનીજનો રોયલ્ટી પાસ માગતા તમામ સાતે સાત વાહનોના ચાલકોએ માટીનો રોયલ્ટી પાસ બતાવ્યો હતો.

આમ માટીના રોયલ્ટી પાસ પર બોકસાઈટ ખનિજ વહન કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ઝપાઇ ગયું હતું. હાલ તો તમામ સાત કન્ટેનર સિઝ કરીને ગાંધીનગર ભૂસ્તર વિભાગે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ ફ્લાઇંગ ટીમની કામગીરીના પગલે ગેરકાયદેસર ખનિજ વહન કરતા ખનિજ માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે. જે હોય તે પરંતુ ખાણ-ખનિજ વહન કરનારા ભૂમાફિયાઓ દિનપ્રતિદિન ડર વગર પોતે પોતાનું કામ તો કરતા જ હોય છે.

Related Articles

Back to top button