राष्ट्रीय

આપ સરકારમાં ગાબડાની શરૂઆત….એક મંત્રીની વિકેટ પડી….કેજરીવાલ તો ગિયો…

આપ સરકારમાં ગાબડાની શરૂઆત....એક મંત્રીની વિકેટ પડી....કેજરીવાલ તો ગિયો...

દિલ્હીની સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી સતત વધી રહી છે. આજે પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની સાથે-સાથે પાર્ટી પર ભષ્ટ્રાચારને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ અંગે વધુમાં કહ્યું છે કે ભષ્ટ્રાચારને લઈને પાર્ટીની જે નીતીઓ છે, તેની સાથે તેઓ સહમત નથી.

ઈડીએ સીએમ કેજરીવાલને જ્યારે અગાઉ વર્ષ 2023માં દારૂ કોભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, તે પહેલા જ ઈડીએ મંત્રી રાજકુમાર આનંદના નિવાસસ્થાને રેડ કરી હતી. ઈડીએ તેમના સિવિલ લાઈન્સ સહિતના અધિકારિક નિવાસસ્થાને રેડ કરવા ઉપરાંત અન્ય 9 જગ્યાએ રેડ કરી હતી. ઈડીની ટીમે રાજકુમાર આનંદના બિઝનેસ સાથે જોડાયેલા મામલા અંગે આ રેડ કરી હતી. રાજકુમાર આનંદ પર હવાલાની લેવડ-દેવડમાં સામેલ થવાનો પણ શંક હતો.

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પ્રથમ વખત પટેલ નગર સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીના આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની જગ્યાએ રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button