સીધી બાત-સીધો સંકલ્પઃ માંગણી મુજબ ભાવ નહીં તો કંપનીના બટાટાનું વાવેતર નહીં..
સીધી બાત-સીધો સંકલ્પઃ માંગણી મુજબ ભાવ નહીં તો કંપનીના બટાટાનું વાવેતર નહીં..
ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ૬ માસથી ગુજરાત રાજ્યના બટાટાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો દ્વારા સાબરકાંઠા – બનાસકાંઠા – અરવલ્લી અને ગાંધીનગર વિભાગોમાં અવાર નવાર મીટીંગો યોજાઈ રહી છે.
જેના અનુસંધનમાં ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે રામભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ૨૦૦ ઉપરાંત ખેડૂતોની હાજરીમાં મિટિંગ યોજાઈ ગઈ. જેમાં કંપનીઓ દ્વારા આપણી માગણી મુજબના ભાવની શરતો સંતોષાય નહિ ત્યાં સુધી કોઈપણ ખેડૂતોએ આવી કંપનીઓના બટાટા વાવવા નહિ તે અંગે સંકલ્પ કરી સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી. આજદિન સુધી સંગઠન દ્વારા કંપની, રાજકીય મંત્રી અને મુખ્યમંત્રી સાથે થયેલ કાર્યવાહીનો રિપોર્ટ આપેલ હતો. આજની થયેલ આ મિટિંગમાં તમામ ખેડૂતોએ સંગઠન દ્વારા જે સૂચનો આપવામાં આવશે તે મુજબની તૈયારી દર્શાવી હતી.




