આશાવર્કરોની વેદના- આખો દિવસ કામ કરાવો છો, અમને લઘુત્તમ વેતન જેટલુ તો આપો..
આશાવર્કરોની વેદના- આખો દિવસ કામ કરાવો છો, અમને લઘુત્તમ વેતન જેટલુ તો આપો..
જિલ્લાની આશા વર્કર અને ફેસીલીએટરોએ પોતાની પડતર માંગ ઉકેલવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જો 10 સપ્ટેમ્બર સુધી પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો ગાંધીનગરમાં રેલી સહિત હડતાલની ચીમકી આપી હતી.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને હવે આશા વર્કર- ફેસીલીટરોએ પોતાની પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે..આજે જિલ્લાની આશા વર્કર અને ફેસીલીટરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું…
જિલ્લા કલેકટરને તેમણે રજૂઆત કરી હતી કે આખો દિવસ તેઓ કામગીરી કરતા હોવા છતાં તેમને લઘુત્તમ વેતન પણ અપાતું નથી..ઉપરાંત મહિને તેમને માત્ર 2000 રૂપિયા જ ફીક્સ વળતર ચૂકવાય છે…. ત્યારે રાજ્ય સરકારે તેમના માટે જે જાહેરાતો ભૂતકાળમાં કરેલી તે પણ હજુ સુધી પૂર્ણ કરી નથી….સહિતના અનેક પ્રશ્નોને લઈને તેમને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું….અને જો 10 સપ્ટેમ્બર સુધી આનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં રેલી થતા હડતાલની ચીમકી ઉચ્ચારી હતી….




