sabarkathaराष्ट्रीय

દિલ્હીની સરકારી સ્કૂલને ટક્કર મારે એવી અફલાતૂન સ્કૂલ છે આદિવાસી વિસ્તારમાં..!

રિપોર્ટર:રાહુલ ચાવડા....

દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાત આવીને દિલ્હીમાં તેમની સરકારે કેટલી સરસ મજાની સ્કૂલો બવાવવાના ફાંકા મારતા હોય છે અને પોતે જ પોતાની સરકારના વખાણ કરતાં થાકતા હોતા નથી. પરંતુ ગુજરાતમાં  તેમની સરકારી શાળાઓને ટક્કર મારે એવી અફલાતૂન અને અનનન્ય સ્કૂલ આદિવાસી વિસ્તારમાં આવેલી છે.

વિગતે જોઇએ તો, ખાનગી શાળાઓને ટક્કર મારતી એક એવી શાળા કે જે ટ્રાઈબલ વિસ્તારમાં આવેલી છે અને અહિ બાળકોને ડીજીટલ સાથે અલગ જ પ્રકાર નુ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે જે થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિત પણે હાજરી આપે છે…

સાબરકાંઠા જીલ્લા અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મામાં આવેલી પરોયા પ્રાથમિક શાળા કે જે સંપુર્ણ સુવિધાઓથી સજ્જ છે આમ તોલઆ ગામની વસ્તી અંદાજે ૨૦૦૦ થી વધુ છે અને શાળામાં બાળકોની સંખ્યા ૨૨૩ છે તો આચાર્ય સહિત શાળામાં કુલ ૮ શિક્ષક, શિક્ષીકા છે… ભારે નામના મેળવનાર આ  શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ અપાય છે, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, શાળા તત્પરતા વર્ગ, સુવિઘાથી સંપન્ન વર્ગો, શાળાઓની દિવાલો પર શિક્ષણ સાથે જાણવાજેવુના ભીંત ચિત્રો, પ્રોજેક્ટર દ્રારા શિક્ષણ જેવી અધતન સુવિધાઓ આ પ્રાથમિક શાળામાં અપાઈ રહી છે જે સુવિધાઓ ખાનગી શાળા ને પણ ટક્કર આપી રહી છે તો શિક્ષકો દ્રારા પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાઈ રહ્યુ છે..

ગામના છેવાડે આવેલી આ શાળા કે જેનુ અદ્યતન બિલ્ડીંગ છે તો શાળામાં, ઔષધીય બાગ, કીચન ગાર્ડન પ્લે ગાર્ડન પણ છે… તો બાળકોને વધુ શિક્ષણ મળી રહે તે માટે દિવાલો પર શિક્ષણ સાથે જાણવા જેવુ ચિતરવામાં આવ્યુ છે જેથી બાળકોને પુસ્તક સિવાય પણ વધુ શિક્ષણ મળી રહે.

ખેડબ્રહ્મા તાલુકાની આ પ્રથમ શાળા છે કે જે સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી પામેલ છે..તો ગુણોત્સવમાં પણ આ શાળાનો પ્રથમ નંબર આવે છે… જીલ્લામાં પણ શાળાનો પ્રથમ નંબર આવ્યો છે…વધુમાં આ શાળામાં લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે જેમાં બાળકો ધોરણના પુસ્તકો ઉપરાંત અન્ય નોલેજ મેળવી શકે તે માટે બનાવવામાં આવી છે… ખાનગી શાળાઓથી બાળકો સરકારી શાળામાં પરત આવે તે માટે અહી શિક્ષક દ્રારા સારુ શિક્ષણ અપાઈ રહ્યુ છે… ગામના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની પણ તૈયારી શાળામાં કરાવવામા આવે છે જેના કારણે કેટલાક ગામના કેટલાક યુવાનો પરીક્ષામાં પાસ પણ થયા છે જે એક શાળા નુ પણ ગૌરવ છે…

સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે ત્યારે વિવિધ ગ્રાન્ટ અને ગામના દાતાઓ દ્રારા પરોયાના આચાર્ય અને શિક્ષકો દ્રારા શાળાની સુવિધાઓ વધારી છે અને અલગ જ વાતાવરણ શાળામાં ઉભુ કર્યુ છે જેના થકી બાળકો શિક્ષણ સિવાય ઈતર પ્રવ્રુતિમાં પણ આગળ આવ્યા છે અને અન્ય શિક્ષકો પણ જો આજ પ્રકારે શાળાનો સુધારો કરે તો ચોક્કસ પણે ખાનગી શાળાઓને પણ તાળા લાગી જાય તેમાં નવાઈ નહિ.

Related Articles

Back to top button