sabarkathaराष्ट्रीय
તલાટીઓની હડતાલ પતી ત્યાં મહિલા કર્મચારીઓએ બાંયો ચડાવી…હમારી માંગે પૂરી કરો..
તલાટીઓની હડતાલ પતી ત્યાં મહિલા કર્મચારીઓએ બાંયો ચડાવી...હમારી માંગે પૂરી કરો..
સાબરકાંઠામાં તલાટી કમ મંત્રીની હડતાલ માંડ સમેટાઇ ત્યાં વળી હવે મહિલા કર્મચારીઓ હડતાલના માર્ગે છે. આગણવાડી અને તેડાઘરની મહિલા કર્મચારીઓ આંદોલનના માર્ગે ગઇ છે. જેમાં તેમની વિવિધ 10 જેટલી માંગણીઓ ન સંતોષાતા સોમવારથી મહિલા કાર્યકરો કામથી અળગા રહેશે
આંદોલનકારી મહિલા સંગઠનોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોગ્રામ ઓફિસરને કામથી અળગા રહેવા લેખિત જાણ કરી છે અને તેમના પડતર પ્રશ્નોની માગણી સ્વીકાર નહીં કરાય ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર રહેશે નહીં, એવી જાણ પણ કરી દીધી છે.

એક અંદાજ પ્રમાણે, 1922 આંગણવાડીની મહિલા કાર્યકરો ફરજથી દૂર રહેશે જ્યારે 1914 આંગણવાડી કાર્યકર અને 1859 તેડાઘરની કાર્યકર બહેનો હડતાલ પર જશે.




