sabarkathaराष्ट्रीय

મદદનીશ કમિશનરો દ્રારા થતી કનડગત બાબતે શું ચેરીટી કમિશ્નર પગલા ભરશે ખરા??

મદદનીશ કમિશનરો દ્રારા થતી કનડગત બાબતે શું ચેરીટી કમિશ્નર પગલા ભરશે ખરા??

આધારભૂત સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ અમદાવાદ મદદનીશ ચેરીટી કમિશ્નર કચેરી દ્રારા મંજુર થયેલા ફેરફાર રિપોટઁના હુકમ અને પી.ટી.આરની પ્રમાણિત નકલ મેળવવા ધક્કા ખવડાવવામાં આવે છે, અને સતત વાયદા કરવામાં આવે છે….

ચેકલિસ્ટ મુજબના તમામ ડોકયુમેન્ટ સાથે ટ્રસ્ટ નોંધણી માટે અરજી કરી હોય છતાં મનઘડંત બહાના કાઢી ટ્રસ્ટ નોંધણી કરવામાં આવતી નથી. તાજેતરમાં સાબરકાંઠા માં એક સંસ્થા નોંધણી માટે રજુ થઈ તો મદદનીશ કમિશ્નરે પહેલા તો કહ્યું  તેમ ટ્રસ્ટ વાળાએ તમામ બાબતોની પુતઁતા કરી તો દર વખતે જુદા જુદા બહાના કાઢી ટ્રસ્ટ નોંધણી કરવાનું ટાળે છે.

ટ્રસ્ટનું બંધારણ હોય, ટ્રસ્ટીએ આજીવન ફી ભરી હોય અને ટ્રસ્ટે તે આવકમાં દશાઁવી હોય અને તે પ્રમાણે અરજી સાથે ફી ભરી હોય છતાં એવુ કહેવામાં આવે કે ઓછામાં ઓછા અગિયાર સભ્ય જોઈએ….તેનો જવાબ આપવામાં આવે છે કે  જે ટ્રસ્ટ નોંધણી માટે રજુ થયુ છે તેના બંધારણમાં ઓછામાં ઓછા સાત ટ્રસ્ટી દશાઁવેલા છે… તો કહે છે કે  ના આ નહીં ચાલે….

સાધારણ સભામાં વાષિઁક સભ્ય તમે બનાવ્યા નથી તો અમારી જાણ મુજબ ટ્રસ્ટ એકટનું મનઘડંત અથઁઘટન કરી ધક્કા ખવડાવવામાં આવે છે…, ફેરફાર રિપોટઁમાં મનઘડંત સોગંદનામા કરાવાય છે… બિન.વિવાદીત ફેરફાર રીપોટઁ કે અન્ય બાબતો ચેકલિસ્ટ મુજબ રજુ થયેલી હોય તો તેની મંજુરી સત્વરે મળે તે માટે ચેરીટી કમિશ્નર આદેશ કરશે ખરા….. ?  નહિંતર આ રજુઆત જે તમામ જીલ્લાની પરિસ્થિતિ માટે ટ્રસ્ટો સરકારને આવેદનપત્ર સ્વરૂપે આપવાનું વિચારે છે…..

Related Articles

Back to top button