राष्ट्रीय

પાંચમો તબક્કો: રાહુલ ગાંધી રાયબરેલી પહોંચ્યા…પોલિંગ બૂથની લીધી મુલાકાત….જીતશે..?

પાંચમો તબક્કો: રાહુલ ગાંધી રાયબરેલી પહોંચ્યા...પોલિંગ બૂથની લીધી મુલાકાત....જીતશે..?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન દરમિયાન સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા. રામયબરેલી પહોંચ્યા પછીથી તેમણે પિપલેશ્વર હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે પછીથી તેમણે રાયબરેલી પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ દિલ્હીમાં વોટર છે પરંતુ રાયબરેલી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર છે. આ સીટ પર તેમની ટક્કર બીજેપીના દિનેશ પ્રતાપ સિંહ સાથે છે.
લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન છે. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા 94732 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે જ મતદાન છે.
પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સૌથી ઓછી સીટો(49) પર મતદાન થવા જઈ રહ્યું છે.

Related Articles

Back to top button