sabarkathaराष्ट्रीय
જળસંગ્રહઃ પોશીના તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ડાભીના પ્રયાસોથી આકાર પામશે ચેકડેમ
જળસંગ્રહઃ પોશીના તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ડાભીના પ્રયાસોથી આકાર પામશે ચેકડેમ
વરસાદી પાણીના જળ સંગ્રહ માટે ચેકડેમ એક આદર્શ ઉપાય છે. રાજ્ય સરકાર દ્વારા હજારો ચેકડેમ બનાવવમાં આવ્યાં છે. સાબરકાંઠામાં પણ વરસાદી પાણીના જળસંગ્રહ માટેના પ્રયાસો હાથ ધરવામાં છે.
પોશીના તાલુકાના દંત્રાલ ગામના હારણ તળાવના વાઘા પર ૧૦ મહિના અગાઉ જે તે સ્થળ પર સિંચાઈ યોજના વિભાગના અધિકારી અને પોશીના તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ડાભીએ સર્વે કરીને પાણીનો સંગ્રહ થાય અને એના પાણીનો ફાયદો આજુબાજુના ગામના નાગરિકોને થાય એ હેતુસર નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
એ સ્થળે સ્થાનિક વડીલોની હાજરીમાં બાંધકામની શરૂયાત કરવામાં આવી છે. અને આ ચેકડેમ પૂર્ણ થતાં તેમાં જળ સંગ્રહ થશે અને એ જળ સંગ્રહનો ઉપોયગ ખેતીવાડી માટે થતાં ખેડૂતોને ફાયદો થશે..




