આજે એટલે કે, 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીઆર પાટીલ સાથે બનેલી એક ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.
પીએમ મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કરી રહ્યા હતા, તે દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર હતા. જે દરમ્યાન સીઆર પાટીલે તેમનું બેલેન્સ ગુમાવ્યું હતું, અને કાર્યક્રમ સ્થળ પર તેઓ પડી ગયા. તેમને ઉભા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ વહારે આવ્યા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સૌરાષ્ટ્રની મુલાકાત વખતે સ્વામિનારાયણ મંદિર ખાતે તેમનું બેલેન્સ બગડ્યું હતું. મંદિરેથી પરત ફરતી વખતે સીડી પરથી સીઆર પાટીલ લપસ્યા હતા. સૌરાષ્ટ્રમાં વરસાદે સર્જેલ તારીનો તાગ મેળવવા માટે સાંસદ અને બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડની મુલાકાતે હતા. અહેવાલ અનુસાર તેઓ ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે સ્વામિનારાયણ મંદિરે ગુરૂના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મંદિરેથી પરત ફરતી વખતે પાટીલ સાથે એક અનિશ્ચિત ઘટના બની હતી. મંદિરથી પરત ફરતા પાટીલ સીડીઓમાંથી નીચે પડ્યા હતા.




