राष्ट्रीयઅરવલ્લી

નર્મદાનું પાણી ઠાલવીને માઝુમ ડેમ ભરવા માંગણી..

નર્મદાનું પાણી ઠાલવીને માઝુમ ડેમ ભરવા માંગણી..

માઝુમ જલાધાર સહકારી સંઘ મોડાસા દ્વારા આવેદન પત્ર આપીને માઝુમ ડેમને નર્મદાની પાઇપ લાઇન દ્વારા પાણી પુરવઠાથી ભરવાની માંગણી5 કરી છે. તેમણેઆવેદનપત્રમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ દર વખત કરતાં ઓછું છે.

મોડાસા – ધનસુરા તાલુકામાં ૨૦ ઈંચ જેટલો વરસાદ ટુકડે ટુકડે થયો છે. આથી નદી નાળામાં તળાવમાં પાણીની આવક થયેલ નથી. માઝુમ ડેમના ઉપરવાસ રાજસ્થાનમાં પણ વરસાદ થયો નથી આ નદી ઉપર રાજસ્થાન સરકારે નાના નાના ડેમ બનાવ્યા છે. આથી નદીમાં આવક નહિવત થાય છે.

ગત વર્ષે આ ડેમ સારા વરસાદના કારણે ભરાઈ ગયો હતો ખેડૂતોને લાભ થયો હતો પાણી પુરવઠા દ્વારા મોડાસા શહરે તથા નજીકના ગામડામાં પીવાનું પાણી પણ આપવામાં આવ્યું હતું બીજું કે આ ડેમના દરવાજા રીપેરીંગ કરવાના હોઈ સિંચાઈ ખાતા દ્વારા ડેમ ખાલી કરવામાં આવ્યો હતો.

આથી અત્યારે ખેડૂતોને સિચાઈની જરૂરીયાત હોઈ પાણી માટે સરકરશ્રીએ વાત્રક,માઝુમ ને શામળાજી ડેમ ભરવા માટે ઠાસરા પાસે થી નર્મદા કેનાલમાંથી પાઈપ લાઇન દ્વારા ડેમો ભરવાની યોજના કરી છે. તો આપ સાહેબને વિનંતી છે. કે મોંઘા ખાતર,બિયારણ મજૂરી મહેનત થી પાક ઉભો કર્યો છે તે વરસાદના અભાવે નાશ થઈ રહ્યો છે તો યુધ્ધ ના ધોરણે માઝુમ ડેમ ભરવામાં આવે તો પીવાનું પાણી તથા ખેડૂતો સિચાઈ કરી શકે.

આ ડેમનો ૨૦ જેટલા ગામો ના ખેડૂતો લાભ લઈ રહ્યા છે. સિચાઈ માટે પાણી મળે તો શિયાળુ પાક લઈ શકાય આ પ્રશ્નમાં બે તાલુકાના ખેડૂતોનું હિત,અને મજૂરવર્ગ તથા પશુપાલકોનું હિત છે. તો આપ સાહેબ અગ્રતાના ધોરણે નિર્ણય લઈ ઘટતું કરવા વિનંતી.

Related Articles

Back to top button