राष्ट्रीयદહેગામ

દહેગામ મતદાર કેન્દ્રો ઉપર લોકજાગૃતિ લાવવા માટે ઇવીએમ અને વીવીપેટ મશીન નિદર્શન માટે મૂકવામાં આવ્યું

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ…..

વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પક્ષોની સાથે ચૂંટણી તંત્ર દ્વારા પણ થઇ રહી છે., જેના ભાગરૂપે મતદારોને ઇવીએમથી પરિચિત કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દહેગામ મતદાર કેન્દ્રો ઉપર લોકજાગૃતિ લાવવા માટે મામલતદાર કચેરી ખાતે ઇવીએમ અને વીવીપેટ મશીન નિદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. 

વિગતે જોઇએ તો, ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે આવેલી આગામી વિધાનસભાની ચૂંટણી લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેના માટે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર, દહેગામ-34 વિધાનસભાના મતવિસ્તારોમાં ઇવીએમ અને વીવીપીએટ મશીનનું  નિદર્શન થાય તેના માટે દહેગામ મામલતદાર કચેરી ખાતે આ મશીન મૂકવામાં આવ્યું છે.

અને લોકજાગૃતિને અનુલક્ષીને  દહેગામ તાલુકાના તમામે તમામ 255 મથકો ઉપર આ ઇવીએમ વીવીપેટ નિદર્શન રથ પરિભ્રમણ કરશે અને લોકોને મતદાનનો નિર્દેશન બતાવશે તેના માટે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને ભાજપના સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ જાગૃત બનીને સરકારલક્ષી કામગીરીમાં જાગૃત થઈ જવા પામ્યા છે.

Related Articles

Back to top button