sabarkatha

જિલ્લામાં બદલી પામેલા પીએસઆઇના વિદાય સમારોહ યોજાયા…જાણો કોણ ક્યાં મૂકાયા…

જિલ્લામાં બદલી પામેલા પીએસઆઇના વિદાય સમારોહ યોજાયા...જાણો કોણ ક્યાં મૂકાયા...

હિંમતનગરના “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી ગાંભોઈ બદલી થતા PSI નો વિદાય સમારંભ યોજાયો હતો. નોંધનીય છે કે છ દિવસ પહેલા જીલ્લામાં 18 PSI ની આંતરિક બદલીઓ કરાઈ હતી. જેમાં તેમનો પણ સમાવેશ થતો હતો.

વિગતે જોઇએ તો, હિંમતનગરના “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં PSI વી.આર.ચૌહાણની ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બદલી થતા વિદાય સમારંભ ગઈ કાલે મોડી સાંજે યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટાફે ફૂલોનો વરસાદ કરી તેમને વિદાય આપી હતી. તો વિદાય લીધા બાદ PSI ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

છ દિવસ પહેલા જીલ્લામાં આંતરિક 18 PSI ની બદલીના હુકમો કરવામાં આવ્યા હતા ત્યારે તેને લઈને વાઈબ્રન્ટમાં રોકાયેલા સહિતના બદલી થયેલા PSI પોલીસ સ્ટેશનમાંથી છુટા થઈને બદલી સ્થળે હાજર થઇ રહ્યાં છે. જેને લઈને વિદાય સમારંભો યોજાઈ રહ્યા છે.

જેમાં  હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી PSI જે.એમ.રબારીની બદલી વડાલી પોલીસ સ્ટેશન થતા વિદાય સમારંભ યોજાયો હતો. તો હિંમતનગરના “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી ગાંભોઈ બદલી થતા PSI વી.આર.ચૌહાણનો વિદાય સમારંભ યોજાયો હતો.

હિમતનગરના “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 15 મહિનાથી PSI તરીકે ફરજ બજાવતા વી.આર.ચૌહાણનો વિદાય સમારંભ બુધવારે મોડી સાંજે બી ડીવીઝન PI એસ.જે.પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ,ASI મહિલા પોલીસકોન્સ્ટેબલ, LRD, GRD, હોમગાર્ડના જવાનો સહીત મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

PSI વી.આર.ચૌહાણને શ્રીફળ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહન સુધી બંને તરફ થી 15 મહિના સુધી પોલીસ સ્ટેશમાં કરેલી સૌના સાથે કરેલી કામગીરીના સામે પોલીસ સ્ટાફ દ્વારા ફૂલોનો વરસાદ કરીને વિદાય આપી હતી.

હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી વિદાય લીધા PSI વી.આર.ચૌહાણે ગાંભોઈ પોલીસ સ્ટેશન પહોચીને ચાર્જ સાંભળી લીધો હતો. બે દિવસ પહેલા ગાંભોઈ પોલીસ સ્ટેશન PSI જે.એમ.રબારીએ પણ વિદાય લીધા બાદ વડાલી પોલીસ સ્ટેશનમાં ચાર્જ સાંભળી લીધો છે.

તો વડાલી PSI એન.આર.ઉમટે પણ વિદાય લીધા બાદ તલોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ચાર્જ સંભાળ્યો હતો. જયારે તલોદ પોલીસ સ્ટેશનના PSI એ.વી.જોશીએ તલોદ પોલીસ સ્ટેશનમાંથી વિદાય લીધા બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યો હતો જયારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશમાંથી PSI આર.જે.ચૌહાણે પણ વિદાય લીધા બાદ SOG શાખામાં હાજર થયા હતા.તો SOG માંથી બદલી થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI એસ.જે.ગોસ્વામી હાજર થયા હતા.

Related Articles

Back to top button