राष्ट्रीयઅરવલ્લી

અભિનંદનઃગોપાલ સ્નેક્સ લિ.ના ડાયરેક્ટર રાજ હદવાણીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સન્માન કરાયું…

કનુ (કરણ) વાળંદ, અરવલ્લી- મોડાસા….

ફરસાણ ક્ષેત્રે જાણીતી કંપની ગોપાલ સ્નેક્સ લિમિટેડના ડાયરેક્ટર રાજ હદવાણીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નિક્ષય મિત્ર યોજના હેઠળ ગોપાલ સ્નેકસ લિમિટેડ દ્વારા અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર અને મેઘરજ તાલુકાના ટી.બી.ના તમામ દર્દીઓ દત્તક લઈને તમામને પોષણ મળી રહે તે માટે રાશન કીટ આપી કંપની દ્વારા સામાજિક જવાબદારી સમજીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

જે બદલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગોપાલ સ્નેકસ લિમિટેડ ડાયરેક્ટર રાજ હદવાણીનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. જે બદલ ટી.બી.ના પેશન્ટના સંબંધી અને આમ નાગરિકોએ ગોપાલ સ્નેકસ કંપનીનો ખુબ ખુબ આભાર માન્યો હતો, તેવી  લોક ચર્ચાઓ ચાલી રહી હતી. ગોપાલ સ્નેકસ કંપનીને આ અંગે ખુબ ખૂબ અભિનંદન શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે….

Related Articles

Back to top button