રંગારેડ્ડી (તેલંગાણા): ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જમીન પર નથી, માત્ર હવામાં છે, પરંતુ તેમની પાર્ટી કોંગ્રેસ મજબૂત છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે આ ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કેવી રીતે કરવો.
રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર લોકોને લૂંટી રહી છે અને દલિતો અને આદિવાસીઓની જમીન છીનવી રહી છે. તેમણે કહ્યું કે ટીઆરએસ સાથે હાથ મિલાવવાનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં ખૂબ જ અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. જમીન પર નથી. તે જાહેરાતો પાછળ પૈસા ખર્ચ કરી રહી છે. તેમણે કહ્યું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. સત્તા વિરુદ્ધ વાતાવરણ છે. કોંગ્રેસ આ ચૂંટણી જીતશે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પછી સત્તામાં આવે છે, તો “સંસ્થાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી મુક્ત કરવામાં આવશે અને તેમની સ્વતંત્રતા જાળવી રાખવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું કે લોકતાંત્રિક હોવું અને સરમુખત્યારશાહી ન ચલાવવી એ “કોંગ્રેસનો ડીએનએ” છે પરંતુ અન્ય પક્ષોને ક્યારે પૂછવામાં આવશે કે તેઓ પોતાના ત્યાં ચૂંટણી કેમ નથી કરાવતા




