અરવલ્લીના મેઘરજના નીલકંઠ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાલમાં નવલી નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આ ગોઝારો અકસ્માત બન્યો છે.
વિગતે જોઇએ તો, બે બાઈક સામ-સામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં એક બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે બાઈકચાલકને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા હતા.
જો કે, બાઈકસવાર મહિલાને વધુ ઇજા પહોંચતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ગંભીર અકસ્માતમાઁ બે લોકોની હાલત વધુ ગંભીર છે. એક મૃતદેહને પી.એમ. અર્થે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવ્યો હતો.




