બ્લૂમબર્ગ રિપોર્ટઃ અદાણીના નશીબ હજુ સુધર્યા લાગતા નથી…અમેરિકામાં તપાસ શરૂ….
બ્લૂમબર્ગ રિપોર્ટઃ અદાણીના નશીબ હજુ સુધર્યા લાગતા નથી...અમેરિકામાં તપાસ શરૂ....
ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ સામે અમેરિકામાં તપાસ ચાલી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ તપાસ લાંચ લેવાના આરોપમાં શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું અદાણી ગ્રૂપ કે તેના સહયોગીઓ ઉર્જા પ્રોજેક્ટમાં તેમના ઇચ્છિત કામ કરાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં સામેલ હતા કે કેમ.
ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડ પણ આ તપાસના દાયરામાં સામેલ છે. ગયા વર્ષની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલિંગ કંપની ‘હિંડનબર્ગ રિસર્ચ’એ અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિસર્ચ પેપર બહાર પાડ્યું હતું. આમાં અદાણી ગ્રુપને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર તેના શેરના ભાવ સાથે ચેડા કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.
તપાસ અંગે કોઈ માહિતી નથી
આ મામલે અદાણી ગ્રુપનું કહેવું છે કે તે ભારતમાં અને વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનું પાલન કરે છે. જૂથને તેના અધ્યક્ષ વિરુદ્ધ કોઈ તપાસની જાણ નથી. આ પહેલા પણ એક અમેરિકન શોર્ટ સેલિંગ કંપની ‘હિંડનબર્ગ રિસર્ચ’એ અદાણી ગ્રુપ પર ઘણા આરોપો લગાવ્યા હતા. જેને જૂથે નકારી કાઢ્યું હતું. અદાણી ગ્રૂપ અને એઝ્યુર બંને ભારતના રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં મુખ્ય સ્પર્ધકો છે અને સૌર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ જીત્યા છે.




