बॉलीवुडराष्ट्रीय

કપિલ શર્મા અને દિપીકા પાદુકોણ વચ્ચે ઇલુ ઇલુ..?

કપિલ શર્મા અને દિપીકા પાદુકોણ વચ્ચે ઇલુ ઇલુ..?

‘મેગા બ્લોકબસ્ટર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. છેલ્લા ઘણાં સમયથી લોકો આ ટ્રેલરની રાહ જોઇને બેઠા હતા. જો કે હવે આતુરતાનો અંત આવી ગયો છે. કપિલ શર્મા અને દિપીકા પાદુકોણે થોડા દિવસો પહેલા જ એમના આગામી પ્રોજેક્ટનું એનાઉન્સ કર્યુ હતુ જે છે ‘મેગા બ્લોકબસ્ટર’. જો કે આ વિશેની જાહેરાત થતા જ અનેક લોકો વિચારમાં પડી ગયા હતા કે આખરે આ શું છે? આમ, તમારા આ પ્રશ્નોનો જવાબ હવે તમને મળી ગયો છે. તમને જણાવી દઇએ કે મેગા બ્લોકબસ્ટર કોઇ ફિલ્મ કે સિરીઝ નથી, પરંતુ આ એક ઓનલાઇન શોપિંગ એપનું એડ કેમ્પેઇન છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ મેગા બ્લોકબસ્ટરને લઇને અનેક ઘણી ચર્ચાઓ ચારેબાજુ ચાલી હતી. આ સાથે જ કપિલ અને દિપીકાના અનેક ફેન્સ ટ્રેલરની રાહ જોઇને બેઠા હતા. પરંતુ ક્યારેક-ક્યારેક આપણે જે વિચારીએ છીએ એ ખોટુ હોય છે એની આ સાબિતી છે.

આ એક જોરદાર ક્રિએટિવ એડ કહી શકાય. માનવામાં આવે છે કે, આ પહેલા ક્યારે પણ આવી ક્રિએટિવ એડ આવી નથી જેમાં આ બધા સ્ટાર્સ એક સાથે જોવા મળ્યા હોય. બોલિવૂડ, કોમેડી અને ક્રિકેટની દુનિયાના ફેમસ લોકો તમને આ એડમાં એક સાથે દેખાઇ રહ્યા છે.

Related Articles

Back to top button