sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ ભોગ બનનાર સગીરા તથા આરોપીને પકડી પાડતી ગાંભોઇ પોલીસ

ક્રાઇમઃ ભોગ બનનાર સગીરા તથા આરોપીને પકડી પાડતી ગાંભોઇ પોલીસ

વિરેન્દ્રસિંગ યાદવ સા. પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ, તથા વિજય પટેલ, સા. પોલીસ અધિક્ષક સાબરકાંઠા-હિંમતનગરનાઓએ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થનાર સગીરા તથા આરોપીને પકડી પાડી અપહરણના વણઉકેલ્યા ગુન્હા શોધી કાઢવા સારું સુચના આપેલ હોય જે આધારે  એ. કે, પટેલ સા.નાયબ પોલીસ અધીક્ષક હિંમતનગર ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર . હિંમતનગર સર્કલનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા આ.પો.કો આશિષકુમાર બાબુભાઇ બ.નં.૯૦૮ તથા અ.પો.કો સંજયકુમાર ગોપાલભાઇ બ.નં.૭૫૧ તથા વુ.હે.કો કાજલબેન પ્રવિણસિહ બ.નં.૫૫૩નાઓની ટીમ બનાવી હતી.

ગાંભોઇ પોલીસ સ્ટેશન એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૪૦૩૯૦/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબના કામે ભોગ બનનાર ઉ.વ.૧૭ વર્ષ અને ૧૧ દિવસનીને તા.૨૧/૦૪/૨૦૨૪ના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે મોજે પુરાલ ગામેથી અજાણ્યો ઇસમ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હતો.

સદર વણૅઉકેલ્યા ગુન્હાના ભેદ શોધી કાઢવા સારું સદર ગુન્હાના કામે ભોગબનનારના મોબાઇલ નંબર કોલ ડીટેલ્સના આધારે તપાસ કરતાં શંકાસ્પદ મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતાં જે મોબાઇલ નંબર એસ.ડી.આર કઢાવતાં સદર મોબાઇલ નંબર સીમધારકનું નામ વિજય પ્રતાપજી ઠાકોર રહે.બીહાઈન્ડ શાન-૩, નવા વટવા, અમદાવાદનું આવેલ હતું. જેની તપાસ કરતાં છેલ્લા ઘણા સમય બતાવેલ સરનામે રહેતો ન હોય પરંતુ સી ટ્રેસ મોબાઇલ એપ તથા હ્યુમન રીસોર્સ આધારે તપાસ કરતાં સદરીનાઓ સી- ૨ વારાહી રો- હાઉસ નીયર જ્યોતીનગર બીહાઇન્ડ, અર્બુજા ફેકટરી નારોલ, શાહવાડી, અમદાવાદ ખાતે રહેતાં હોય તેમ જણાઇ આવ્યું હતું.

જેથી  તે જગ્યાએ તપાસ કરતાં ભોગબનનાર તથા ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરનાર આરોપી વિજય પ્રતાપજી ઠાકોર ઉ.વ.૨૪ મૂળ રહે ઉકેડી (ઉગરોજ) તા.માંડલ જી.અમદાવાદ હાલ રહે. સી-૨ વારાહી રો- હાઉસ નીયર જ્યોતીનગર બીહાઈન્ડ અબુંજા ફેકટરી નારોલ, શાહવાડી અમદાવાદનાઓ મળી આવેલ હતાં

પોલીસે  ભોગ બનનાર તથા આ કામના આરોપી વિજય પ્રતાપજી ઠાકોરનાઓને પુછપરછ કરતાં આ કામના આરોપી ભોગ બનાનર સગીરવયની હોવાનું જાણતાં હોવા છતાં પુરાલ ગામેથી અપહરણ કરી લઇ ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી ભોગ બનનાર તથા આ કામના આરોપી મળીઆવતાં ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ આગળની કાયૅવાહી માટે સકૅલ પોલીસ ઇન્સ્પેકટર હિમતનગર સકૅલ, હિમતનગરઓને સોપેલ હતાં.

આમ, ગાંભોઇ પોલીસ ટીમને સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં ભોગબનનાર તથા આરોપીને ઝડપી પાડવામાં સફળતાં મળી છે.

આ કેસમાં કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓમાં (૧) વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેકટર ગાંભોઇ પોલીસ સ્ટેશન (૨) આ.પો.કો આશિષકુમાર બાબુભાઇ બ.નં.૯૦૮ ગાંભોઇ પોલીસ સ્ટેશન (૨) અ.પો.કો સંજયકુમાર ગોપાલભાઇ બ.નં.૭૫૧ ગાંભોઇ પોલીસ સ્ટેશન અને (૩) વુ.પો.કો. કાજલબેન પ્રવિણસિહ બ.ન.૫૫૩ ગાંભોઇ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button