
બાયડ તાલુકાના દહેગામડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ અંતર્ગત વિવિધ યોજનાકીય સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનનીય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને તેમની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
વિગતે જોઇએ તો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત બાયડ તાલુકાના દહેગામડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ અંતર્ગત વિવિધ યોજનાકીય સહાય વિતરણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. માનનીય ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બાયડ ધારાસભ્યએ ઘરઆંગણે આવેલી દરેક યોજનાનો લાભ લેવા સૌ કોઇને નમ્રપણે અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, મોદીની ગેરંટી વાળી ગાડીમાં ૧૭ જેટલી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. અને સરકારશ્રીનું ખુબજ સુંદર આયોજનનો લાભ લેવા અપીલ કરી હતી..




