गुजरातराष्ट्रीय

સુરત :આપ પાર્ટીની મહિલા કોર્પોરેટરની વિચિત્ર માંગણી- મને થપ્પડ મારવા દો…

સુરત :આપ પાર્ટીની મહિલા કોર્પોરેટરની વિચિત્ર માંગણી- મને થપ્પડ મારવા દો...

સુરત મહાનગર પાલિકાના વિપક્ષ આપ પાર્ટીની મહિલા કોર્પોરેટર દ્વારા આશ્ચર્યનજક માંગથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

મનપાની સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના કોર્પોટરરને થપ્પડ મારવાની માંગ કરવામાં આવી હતી. પાલિકા કમિશ્નર સામે રજૂઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ભાજપી સભ્યને તમાચો મારવાની મેયર સમક્ષ મંજૂરી માગી હતી. નગર સેવિકા અનુસાર કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણાએ અભદ્ર ટિપ્પણી કરી હતી જે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. વિપક્ષી મહિલા સભ્ય સોનલબેન સુહાગિયા દ્વારા થતી બજેટ ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરાઈ હોવાના આક્ષેપ થયા હતા.

Related Articles

Back to top button