આ તે દુબઇ છે કે મુંબઇ છે….? ચોરે બાજુ પાણી જ પાણી….
આ તે દુબઇ છે કે મુંબઇ છે....? ચોરે બાજુ પાણી જ પાણી....
રણપ્રદેશ ધરવતા શહેર દુબઈમાં હાલ પૂરની સ્થિતિ છે. દુબઈના સાફ રસ્તાઓમાં હાલના સમયમાં પાણી ભરાયેલા છે. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે દુબઈમાં જોરદાર વરસાદ થતા પૂર આવ્યું છે. જેના કારણે વૈજ્ઞાનિકો અને લોકો ચોંકી ઉઠ્યા છે. હાલ તે પાછળનું કારણ જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેમજ પ્રશાસન દ્વારા લોકોને દરિયાકિનારે જવા બાબતે મનાઈ ફરમાવવામાં આવી રહી છે.
દુબઈ પોલીસે લોકોને કાદવ અને રેતીવાળા વિસ્તારોમાં જવા બાબતે મનાઈ ફરમાવી છે. કારણ કે ભારે વરસાદ અને પૂરના કારણે જમીન ધસી જવાનો ભય પણ છે. આવા સ્થળોએ અચાનક પૂર પણ આવી શકે છે. સતત હવામાન ખરાબ થવાના કારણે સંયુક્ત આરબ અમીરાતના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું હોવાનું માનવામાં આવે છે
પૂરના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં પરિવહન ભાંગી પડ્યું છે. તેમજ દુબઈની સ્થિતિ ખુબ જ ખરાબ છે. રસ્તાઓમાં વાહનોને ચાલવામાં તકલીફ થાય છે તેમજ ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં દુબઈ પૂરના ફોટો અને વિડીયો વાઈરલ છે.
હાલ દુબઈની મ્યુનિસિપાલીટી પૂરની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તૈયરી કરી રહી છે. તેમજ પાણીના સ્તરમાં થતા વધારા કે ઘટાડા અંગે લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ડ્રેનેજ સીસ્ટમનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જો વધુ વરસાદ આવે તો શું કરી શકાય તે બાબતે પણ નજર રાખવામાં આવી રહી છે.




