નાયડુ ગેંગના ૮ ગુનાનો ભેદ ઉકેલી .રૂ. ૨.૧૩ લાખનો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. સાબરકાંઠા..
નાયડુ ગેંગના ૮ ગુનાનો ભેદ ઉકેલી .રૂ. ૨.૧૩ લાખનો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. સાબરકાંઠા..
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા નાઓએ જીલ્લામાં બનતાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા પો.સ.ઇ. આર.કે.રાવત, નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ તથા એ.એસ.આઇ. દેવુસિંહ તથા હે.કો. વિનોદભાઈ, કલ્પેશભાઇ તથા પો.કો. હિમાંશુ, પ્રવિણસિંહ, પ્રહર્ષકુમાર, નિરીકુમાર, વિક્રમસિંહ, શુકલજીતસિંહ, દર્શન, હરસિધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ, ચંન્દ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ તથા ટેકનિકલ એ.એસ.આઇ. બી.એમ.પરમાર એલ.સી.બી. શાખા વિગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવી હતી.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં બે મહિનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહનના કાચ તોડી તથા વાહન ઉપર ઓઇલ નાંખી તથા રોડ ઉપર પૈસા નાંખી નજર ચુકવી ચોરીઓના બનાવો બનેલ હોય જે સદર ગુન્હાઓનો ભેદ ઉકેલવા તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી ફુટેઝ તથા ટેકનિકલ સર્વેલન્સ કરતા સદર ગુન્હાઓ કોઇ એક જ ગેંગ ધ્વારા કરવામાં આવેલાનું જણાઇ આવેલ હોય જે આધારે આજરોજ એલ.સી.બી સ્ટાફ પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
તે દરમ્યાન અ.પો.કો. પ્રવિણસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, “ઉપરોક્ત ચોરીઓને અંઝામ આપનાર ગેંગના માણસો ત્રણ અલગ અલગ ટુ વ્હીલ્વર વાહનો જેમાં બે ઇસમો ઓરેન્જ કલરની હોન્ડા ૩ એવીયેટર તથા બે ઇસમો ગ્રે કલરની એક્ટીવા તથા એક ઇસમ કાળા કલરના હોન્ડા સાઇન મો.સા. લઇ પ્રાંતિજ તરફથી હિંમતનગર તરફ કોઇ ચોરીને અંઝામ આપવા આવી રહ્યા છે.
“જે બાતમી હકિકત આધારે કાટવાડ ગામ નજીક પ્રાંતિજ થી હિંમતનગર તરફ જતા રોડ ઉપર બ્રીજની નજીક વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મુજબના ત્રણ વાહનો તથા પાંચ ઇસમો મળી આવેલ સદર પકડાયેલ ઇસમોનુ નામઠામા પુછતાં (૧) અજય સુબ્રમણ્યમ સન/ઓફ અર્જુન સુબ્રમણ્યમ સુધૈયા ટોટ્ટી (૨) શ્યામ ઉર્ફે રાજુ સન/ઓફ બાબુભાઇ ટોટ્ટીનાયકર(નાયડુ) (૩) સુનીલભાઇ સન/ઓફ ઉકેશભાઇ મટ્ટા (૪) રામુભાઇ સન/ઓફ વેંકટેશ પાવનાસન તૈલી (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સદર પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં જણાવેલ કે, “અમો અલગ અલગ વાહનો ઉપર આવી પાર્ક કરેલ ફોર વ્હીલ વાહનોના કાચ તોડી તેમાંથી જે રોકડ રકમ કે સામાન મળે તેની ચોરીઓ કરવાની તથા ગાડી ઉપર અમારી પાસે રાખેલ ઓઇલ નાંખી તથા રોડ ઉપર પૈસા નાંખી નજર ચુકવી અલગ અલગ જગ્યાઓ ઉપર ચોરીઓ કરીએ છીએ“ સદર પકડાયેલ ઇસમોઓ કરેલ ચોરીઓ બાબતે પુછતાં સદર ઇસમોએ નીચેની વિગતે ચોરીઓ કરેલાની કબુલાત કરેલ છે.




